Home »Madhya Gujarat »Latest News »Anand» રોષ નર્કાગારનો | ધૂમ તલાવડી વિસ્તારમાં ભરાતા દૂષિત પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઇ

રોષ નર્કાગારનો | ધૂમ તલાવડી વિસ્તારમાં ભરાતા દૂષિત પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઇ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 02:40 AM IST

  • રોષ નર્કાગારનો | ધૂમ તલાવડી વિસ્તારમાં ભરાતા દૂષિત પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઇ,  anand news in gujarati
આણંદશહેરના અમીન મંજિલા પાસે કાંસ થકી રેલવેનું ગટરનું ગંદુ પાણી ધુમ તલાવડીમાં છોડાતા રહેણાંક વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે. તેથી રેલવે લાઇન નીચે મોટી પાઇપો નાંખવા માટે રજૂઆત કરી હતી. તેમજ તે માટે નગરપાલિકા અને સિંચાઇ વિભાગે તૈયાર કરેલ પ્રોજેકટનો નકશો રજૂ કરાયો હતો. ત્યારબાદ તમામ અધિકારીઓએ સ્થળપર મુલાકાત લીધી હતી.

પેટલાદ અને ખંભાતમાં રેલવે ઓવરબ્રીજના કામ દરમ્યાન ટ્રાફિક નિવારણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે તથા જનતા ચોકડી પાસં તથા વિદ્યાનગર જીઆઇડીસીનું રેલવે ફાટક પહોળુ કરવા અંગે રેલવેના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરાઇ હતી. આણંદ જિલ્લાના ઓછા ટ્રાફિકવાળા ફાટકો કાયમી ધોરણે બંધ કરવા પણ રજૂઆત કરી હતી.રેલવે અધિકારીઓએ રેલવે અંગેના પડતર પ્રશ્નો ઉકેલવાની હૈયાધારણ આપી હતી.

બેઠકમાં વડોદરા ડીવીઝનના ડીઆરએન અમીતકુમારસિંઘ તથા રેલવેના અધિકારીઓ, કલેકટર ડૉ. ધવલ પટેલ, પાલિકાના પ્રમુખ મીતાબેન પટેલ,પ્રાંત અધિકારી બી.એસ.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. મોડિયા હાજર હતાં.

આણંદના તંત્રવાહકો દ્વારા રેલવે સાથેના પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

આણંદ શહેરમાં રેલવે તંત્રને લગતા પડતર પ્રશ્નોના નિવારણ માટે બેઠક

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: રોષ નર્કાગારનો | ધૂમ તલાવડી વિસ્તારમાં ભરાતા દૂષિત પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઇ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended