Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Vaju Vala Named Pro Tem Speaker Of Gujarat Assembly

વજુભાઈ વાળાની વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી

Bhaskar News, Gandhinagar | Dec 26, 2012, 23:12 PM IST

રાજ્યના નાણામંત્રી તરીકે સરકારના બજેટ રજૂ કરવામાં તમામ રેકોર્ડ તોડનાર વજુભાઈ વાળા આ વખતે સતત ૭મી વાર વિધાનસભાની ચૂંટણી જીત્યા છે પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની તેમની તૈયારીની ભાવિ રાજકીય રણનીતિના ભાગરૂપે વજુભાઈ વાળાને તેમના નવરચિત મંત્રીમંડળમાંથી દૂર રાખ્યા છે.

ભાજપના સિનિયર ધારાસભ્ય વજુભાઈને આ વખતે મંત્રી નહીં પણ વિધાનસભાના અધ્યક્ષનું પદ અપાશે તે અગાઉથી નક્કી હોવાથી તેના પ્રથમ ચરણરૂપે વજુભાઈ વાળાની બુધવારે મંત્રીમંડળની શપથવિધિ બાદ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર)તરીકે વરણી કરવામાં આવી છે.ગત ૧૨મી વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાને આ વખતે આદિવાસી સમાજના યુવા નેતા તરીકે મોદીએ તેમના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના મંત્રી પદે પસંદ કર્યા છે.

એટલે ગણપત વસાવાએ વિધાનસભાના અધ્યક્ષ પદે તેમનું રાજીનામું આપ્યું છે. હાલની સ્થિતિએ વજુભાઈને વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા બાદ હવે વિધાનસભાનું બજેટ સત્ર મળશે ત્યારે નવા અધ્યક્ષની ચૂંટણી વખતે ભાજપ તરફથી તેમનું નામ આગળ ધરી દેવાશે અને વિરોધ પક્ષના અપેક્ષિત સમર્થન સાથે તેમને ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ પદે ચૂંટી લેવાય તેવી શક્યતા ચર્ચાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vaju Vala named pro tem Speaker of Gujarat Assembly
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended