Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Unidentified Woman Meet Accuse Of Blast In Sabarmati Jail

સુરંગકાંડઃ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને જેલમાં મળવા આવેલી મહિલા કોણ..?

Bhaskar News, Ahmedabad | Feb 18, 2013, 00:09 AM IST

- એક વર્ષમાં આરોપીઓને મળવા આવેલા તમામના નામ-સરનામા ક્રાઈમ બ્રાન્ચે કાઢ્યા

સાબરમતી જેલના સુરંગકાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અનેક થિયરીઓ પર કામ કરી રહી છે. જેમાં આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જુના આરોપીઓની ચકાસણીથી માંડીને, સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને જેમાં મળવા આવેલા લોકો પણ સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને જેલ વિભાગે રવિવારે મુલાકાતી રજિસ્ટર સુપરત કર્યું હતું.

રજિસ્ટરની પ્રાથમિક તપાસમાં આરોપીઓને જેલમાં મળવા આવેલી એક શંકાસ્પદ મહિલાનું નામ સપાટી પર આવ્યું છે. આ મહિલા વિષે તો ક્રાઈમ બ્રાન્ચે મૌન સેવ્યું છે પરંતુ આ મહિલાના તાર પૂણે વિસ્ફોટના ભાગેડુ આરોપી મોહસીન ચૌધરી સાથે જોડાયેલા હોવાનું માનીને તપાસ હાથ ધરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચે કબૂલ્યું છે. (વધુ વાંચવા આગળ ક્લિક કરો)

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: unidentified woman meet accuse of blast in sabarmati jail
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended