Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Supreme Justice Kabir And Modi Will Togather On One Munch Today

આજે સુપ્રીમના ચીફ જસ્ટિસ કબીર-મોદી એક જ મંચ પર

Bhaskar News, Ahmedabad | Jan 18, 2013, 23:32 PM IST

ગાંધીનગરમાં શનિવારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિ‌ટીના વિદ્યાર્થીઓના ચોથા પદવીદાન (કોન્વોકેશન) સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સુપ્રીમ ર્કોટના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક જ સ્ટેજ પર ભેગા થાય તેવી શક્યતા છે.

શનિવારે બપોરે ૪થી પ.૪૦ દરમિયાન યોજાનારા આ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ભારતના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીર, ગેસ્ટ ઓફ ઓનર તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. તે ઉપરાંત સુપ્રીમ ર્કોટના જસ્ટિસ અનિલ દવે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે. સમારોહમાં યુનિવર્સિ‌ટીના વિદ્યાર્થીઓને ડિગ્રી, પ્રમાણપત્રો તથા મેડલ એનાયત કરાશે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: supreme justice kabir and modi will togather on one munch today
(News in Gujarati from Divya Bhaskar)

      Next Article

      Recommended

          PrevNext