Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Private Bus Sleeped Near Paldi, Five Injured

અમદાવાદ: ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં રાત્રે આવા દ્રશ્યો સર્જાયા

Bhaskar News, Ahmedabad | Feb 10, 2013, 22:50 PM IST

પાલડી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાતાં મુસાફરો ઘવાયા

શહેરના ચંદ્રનગર સર્કલ જેવા વિસ્તારમાં બસ પલટી ખાઈ ગઇ અને પાંચ મુસાફરોને ઇજાઓ થતાં સ્થાનિક રહીશો દોડી આવ્યા પણ કલાક સુધી પોલીસ ના આવી એટલું જ નહિ‌ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ઇમર્જન્સી ૧૦૮ને કોલ કરાતાં તે અડધા કલાકે આવી હતી ત્યાં સુધી લોકોએ ઇજાગ્રસ્તોને ખાનગી વાહનોમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ૧૦૮ને ગુસ્સા સાથે ત્યાંથી પરત મોકલી હતી.

રાત્રે આઠેક વાગ્યે મુસાફરોને લઇને સીટીએમ તરફ જઇ રહેલી નિશા ટ્રાવેલ્સની મિની બસ ચંદ્રનગર સર્કલ પાસેથી અચાનક જ પલટી ગઇ હતી અને સર્જા‍યેલા અકસ્માતમાં બસમાંના પાંચેક મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે બાકીના લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતને પગલે વાહનચાલકો અને સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ૧૦૮ને જાણ કરી હતી. જોકે ત્યાં સુધી લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી વાહનોમાં ખાનગી હોસ્પિટલોમાં ખસેડયા હતા.

તસવીરો: વિજય ઝવેરી

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: private bus sleeped near paldi, five injured
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended