Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» One Bunglow Ahmedabad Different

અ'વાદનો આ બંગલો જોઈ બોલવા માટે શબ્દો પણ નહીં મળે

Chirantana Bhatt, Ahmedabad | May 27, 2012, 01:52 AM IST

- એક ઘર જેમાં છે પત્તાંનો મહેલ, ભરપૂર ચીવટ - ફ્લેટ્સને વૈભવી બંગલોનું રૂપ આપીને રાજીવ અગ્રવાલે દરેક રૂમની ખાસિયતો ઉજાગર થાય તે માટે ખાસ ચીવટ રાખી છે, એ પછી પત્તાંનો રૂમ હોય, હોમ થિયેટર હોય કે કિડ્સ રૂમ. રાજીવ ઘરસજાવટની વસ્તુઓ ખરીદવા ડિઝાઈનર સાથે ખાસ ચીન ગયા... - બે ફ્લેટને જોડીને બનાવવામાં આવેલા આ મિની બંગલાનો લૂક ભવ્યતાનો પર્યાય છે 'જ્યારે મારે ઘર બનાવવાનો નિર્ણય લેવાનો હતો બહુ સ્પષ્ટ હતું કે એ ફ્લેટ જ હશે પણ તેની ડિઝાઇન કોઇપણ મોટા બંગલોથી ઓછી નહીં હોય.’, રાજીવ અગ્રવાલ ઓરાવિલામાં આવેલા તેમના ઘરના ગેસ્ટરૂમમાં આ વાત કહે ત્યારે તમારી નજર આસપાસના આર્ટિ‌ફેક્ટ્સ, શેંડિલયર્સ, લાઇટિંગ્ઝની ભવ્યતા પરથી ખસે નહીં એ નક્કી. માન્યામાં ન આવે પણ રાજીવ અગ્રવાલનું ઘર સાચા અર્થમાં કસ્ટમાઇઝ્ડ હાઉસ કહી શકાય તેવું છે. ઓરાવિલામાં માત્ર અઢાર ફ્લેટ્સ છે અને પ્રત્યેક ફ્લેટ પ૦૦ સ્ક્વેર યાર્ડનો છે. રાજીવભાઇએ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ બે ફ્લેટ ખરીદીને એક મિની બંગલાનો લૂક આપ્યો છે. આ બંન્ને ફ્લેટ કોઇ બંગલાની ગરજ સારે તે રીતે ડિઝાઇન થયા છે. તેનો મેપ પણ રાજીવભાઇએ પોતે નક્કી કર્યો હતો અને ઇન્ટિરીયર ડિઝાઇનિંગમાં પણ જાતે રસ લીધો. તેમના ઘરનાં સોફા, આર્ટિ‌ફેક્ટ્સ, હોમ થિએટરની રિક્લાઇનિંગ ર્ચેસ બધું જ ચિનથી મંગાવાયેલું છે. આ ખરીદી માટે રાજીવભાઇ તેમના ઇન્ટિરીયર ડિઝાઇનરની સાથે ચિનના પ્રખ્યાત ફર્નિ‌ચર માર્કેટ સન્ડે ફૂસાનની મુલાકાત લીધી હતી. તેમના ઘરમાં ઘણી બારીક બાબતો આંખે ઉડીને વળગે તેવી છે. બે જાડા કાચ વચ્ચે મુકાયેલી આકર્ષક કોતરણીવાળી જાળી ખરેખર તો કોઇ મેટલની કારીગરી નથી પણ વેલવેટ ક્લોથ પર થયેલું કામ છે. તેમના ઘરમાં ઉપરના માળે જવા માટે અલાયદી લિફ્ટ છે જે તેમાનાં મમ્મીની કમ્ફર્ટને ધ્યાનમાં રાખી બનાવાઇ છે. એન્ટ્રન્સમાં મુકેલો ચાઇનિઝ ફાઉન્ટેઇન હોય કે પછી ફ્લેટના ઉપલા માળે જવાની સીડી સાથે મુકાયેલ બુધ્ધની મુર્તિ‌ હોય એક પણ બાબત નિરખવાનું તમે ચૂકો નહીં તે ચોક્કસ. એક કિડ્ઝરૂમની વોલ પર નમ્બર્સ ડેકોરેટ કરેલા છે તો બીજા કિડ્ઝ રૂમમાં મુકાયેલા મેટલના લેમ્પમાં દેખાતી ફુલોની આભા બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ આપનારી છે. તેમનું ઘર લક્ઝરી એટ ઇટ્સ બેસ્ટની વ્યાખ્યામાં બંધ બેસે તેવું છે. વિશાળ હોમ થિયેટર સિનેમા હોલથી કમ નથી અને પત્તાંની રમતનાં શોખીન અગ્રવાલ પરિવારના આ બેમાળના ફ્લેટ બંગલામાં એક ખાસ કાર્ડરૂમ પણ બનાવાયેલો છે. રાજીવ અગ્રવાલ કહે છે,'ઓછું રાચરચીલું, વધારે મોકળાશ અને કમ્ફર્ટ આ ઘરની ડિઝાઇનનાં અગત્યનાં પાસાં છે. બ્રાઉન અને વ્હાઇટ કલર કોન્સેપ્ટ ઘરને બહુ સુધિંગ બનાવે છે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: one bunglow ahmedabad different
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended