Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Modi Cabinet Will Present In Adanis Sons Marriage Reception

અદાણીના પુત્રનું ભવ્ય રિસેપ્શન, મોદી કેબિનેટ હાજર રહેશે

Bhaskar News, Ahmedabad | Feb 15, 2013, 00:04 AM IST

- કર્ણાવતી કલબમાં દસ હજારથી વધુ લોકોને હાજરી આપશે
 
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર કરણના લગ્નનું શુક્રવારે કર્ણાવતી કલબ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. જેમાં રાજ્ય અને કેન્દ્રના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ નવવધૂને આર્શીવાદ આપવા માટે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતાઓ છે. કરણ અને પરિધી વેલેન્ટાઈન ડેના આગલા દિવસે ૧૩મીએ ગોવામાં તાજ હોલિડે વિલેજ લગ્નગ્રંથીથી જોડાયા છે. કરણ (૨પ) અને પરિધિ (૨૨)ના લગ્નના શુક્રવારે કર્ણાવતી કલબ ખાતે યોજાનારા રિસેપ્શનમાં દસ હજારથી વધુ લોકો આવશે તેવી ધારણા છે. 
 
આ ઉપરાંત રાજકારણીઓ હાજરી આપશે.વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા શક્તિસિંહ ગોહિ‌લ પણ હાજરી આપશે. શરદ પવાર હાજરી આપશે કે નહીં તેનું કન્ફર્મેશન મળ્યું નથી પરંતુ અમદાવાદ એરપોર્ટ પર તેઓ ચાર્ટર લઈને આવશે તેવી સૂચના આપી દેવાઈ છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ જેવા કે પંકજ પટેલ, સુધીર મહેતા, સંજય લાલભાઈ વગેરે હાજરી આપશે અને મુંબઈથી શશી રૂઈયા, ઉદય કોટક સહિ‌તના ઉદ્યોગપતિઓ હાજરી આપશે.
 
અંબાણી આખો પરિવાર ગોવામાં લગ્નમાં હતો અને શુક્રવારે રિસેપ્શનમાં તેમના આવવા અંગે મોડી સાંજ સુધી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. કેન્દ્રમાંથી પણ કેટલાંક મંત્રીઓ અને રાજકારણીઓ હાજર રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેટલાંક જજીસ અને ખ્યાતનામ એડવોકેટ્સ પણ હાજરી આપશે.
 
૩૦ ડ્રેસ ડિઝાઇન તૈયાર કરાઈ : 
 
અદાણી પરિવારના દસ સભ્યો માટે લગ્ન અને તેની પાર્ટીઓ માટે ખાસ પ્રકારના ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્યાં છે. કુલ ૩૦ ડ્રેસ ડિઝાઈન કરવામાં આવ્યાં છે જેમાં હાઈ નેક નેહરુ જેકેટ, કુર્તા-ચુડીદાર, શેરવાની અને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આ કપડાઓમાં પર્પલ, ફિરોઝી, ઈન્ક બ્લુ અને વાયોલેટ કલર પસંદ કરવામાં આવ્યાં છે. તમામ ડ્રેસ બહાર તૈયાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
 
કરણ અદાણી ગ્રૂપનો પોર્ટ બિઝનેસ હેન્ડલ કરે છે :
 
કરણ અને પરિધિની સગાઈ એપ્રિલમાં થઈ હતી. કરણ અદાણી ગ્રૂપના પોર્ટ બિઝનેસને હેન્ડલ કરી રહ્યાં છે. પરિધિ લો સ્ટૂડન્ટ છે. પરિધ સિરીલ શ્રોફની પુત્રી છે જેઓ મુંબઈ સ્થિતિ લો ફર્મ અમરચંદ એન્ડ મંગલદાસ એન્ડ સુરેશ એ શ્રોફ એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: modi cabinet will present in adanis sons marriage reception
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended