Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Janmashtami Festival Celebration In Ahmedabad

અમદાવાદ: કૃષ્ણ તો ક્યાંય પણ જન્મી શકે

divyabhaskar.com | Aug 21, 2011, 00:46 AM IST

Janmashtamiશ્રીકૃષ્ણનું સ્વરૂપ અને ચરિત્ર જ એવું દિવ્ય અને સનાતન છે કે કોઈપણ તેની મોહિનીથી મુક્ત રહી શકતું નથી. કૃષ્ણકથાઓ આ દેશની માટીની ચેતના છે, પ્રત્યેક દેશવાસીના હૃદયના ધબકાર છે. જન્માષ્ટમી આવી રહી છે અને શાળાઓમાં બાળકો ‘કાનુડાની બાળલીલાઓ’ ભજવી રહ્યા છે. અમદાવાદમાં એક મુસ્લિમ દંપતી પોતાના બાળકને કાનુડો બનાવીને સ્કૂટર પર નીકળ્યું ત્યારે જાણે એક નવી કૃષ્ણલીલા સર્જાઈ હતી. યુગો પૂર્વે કૃષ્ણ ભલે જેલમાં જન્મ્યા હોય.. અત્યારે કૃષ્ણ ક્યાંય પણ જન્મી શકે...કોઈના પણ હૃદયમાં જન્મી શકે... ગમે તેના ઘરે ઊછરી શકે...બંધન માણસોએ ઘડ્યાં છે... કૃષ્ણને કોઈ બંધન નડતાં નથી... તસવીર : શૈલેષ સોલંકી



(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Janmashtami festival celebration in ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended