Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Decision Of CNG Get Price Of Mumbai And Delhi In Gujarat

કેન્દ્ર પાસે ગુજરાતને સસ્તા ભાવે આપવા પૂરતો નેચરલ ગેસ નથી

Bhaskar News, Ahmedabad | Oct 19, 2013, 00:05 AM IST

- રજૂઆતઃ કેન્દ્ર સરકારનું હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું
- દિલ્હી-મુંબઈના ભાવે સીએનજી આપવાના ચુકાદાનો અમલ કરવા નીતિ બનાવી વિચારવિમર્શ કરવાની જરૂર: પેટ્રોલિયમ મંત્રાલય


કેન્દ્ર સરકાર પાસે ગુજરાતને સસ્તા ભાવે આપવા માટે પૂરતી માત્રામાં નેચરલ ગેસ નહિ‌ હોવાના મતલબનું સોગંદનામું કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કર્યું છે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના ઉપસચિવના સોગંદનામા મુજબ ગુજરાતને દિલ્હી-મુંબઈના ભાવે સીએનજી આપવાના ચુકાદાનો અમલ કરવા માટે નીતિ બનાવવાની જરૂરિયાત હોવાનું અને સીમિત મર્યાદામાં ઉપલબ્ધ એવા નેચરલ ગેસના રિ-એલોકેશન માટે તમામ સંલગ્ન વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે વિચારવિમર્શ કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. જોકે કોર્ટે આ મામલે સુનાવણી આગામી સપ્તાહે નિયત કરી છે.

હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમે બહાલી આપ્યા બાદ કેન્દ્ર સરકારને હુકમના અમલ અંગેની વિગતો સાથેનું સોગંદનામું કરવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકારે આ ચુકાદાના અમલ માટે ૧૬ સપ્તાહના સમયની માગ કરી હતી અને આ અંગે નીતિ ઘડાઈ રહી હોવાની રજૂઆત કરી હતી. જોકે હાઈકોર્ટે સુપ્રીમના ચુકાદા બાદ આ નીતિ બનાવવાની કોઈ જરૂર નહિ‌ હોવાની અને ચુકાદાનો અમલ કરવાની ટકોર કરતાં ૧૭ ઓક્ટોબર સુધીમાં સોગંદનામું કરવા આદેશ કર્યો હતો.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: decision of CNG get price of mumbai and delhi in gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended