Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Conspiracy Was Planned In Karnatak Jail Before Two And Half Year Ago

અઢી વર્ષ પહેલા કર્ણાટક જેલમાં સુરંગ બનાવવાનું રચાયું હતું કાવતરું?

Bhaskar News, Ahmedabad | Feb 15, 2013, 01:23 AM IST

પ્લાન 'બી’ અમલમાં મૂક્યો
 
બે દિવસમાં ૧૪ પૈકીના ત્રણ આરોપીઓની પૂછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે આતંકીઓનો ઈરાદો બેરેકની અને મુખ્ય દીવાલની વચ્ચે આવેલા મેનહોલ સુધી પહોંચવાનો હતો, પરંતુ બેરેકની અંદરના મેનહોલની આજુબાજુ લોખંડના મજબૂત સળિયા ગોઠવેલા હોવાથી તેમને લાગ્યું કે બહારના મોટા મેનહોલને ફરતે પણ સળિયા હશે જ તેઓ તેઓ લાચાર બની ગયા હતા. પછી હાફીઝ હુસૈન અને શીબલીના શૈતાની દિમાગમાં બીજો પ્લાન આવ્યો હતો. તેઓ બેરેકથી મુખ્ય દીવાલ સુધી સુરંગ ખોદવા માંગતા હતા.
 
હાફીઝ બોલ્યો હતો કે ' બિજલી કા કરંટ તો દીવાલ કે ઉપર હૈ, નીચે તો કુછ ભી નહીં..હૈ. અબ હમેં કુછ ભી કર કે..કિતના ભી ખોદના પડે દીવાલ કે નીચે સે નિકલના હોગા..’. બસ પછી આતંકીઓએ પ્લાન બી અમલમાં મૂક્યો હતો અને કુલ ૧૦૦ ફૂટની સુરંગ ખોદી જેલની ઉત્તર દિશામાં આવેલી ૨૧ ફૂટની તોતિંગ દીવાલની નીચેથી સુરંગ પસાર કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેવા તેઓ બેરેક નંબર ૪-૨ની પાણીની ટાંકીથી ૨૬ ફૂટ દૂર આવ્યા કે સુરંગની અંદર તેમને ગૂંગળામણ થવા લાગી હતી. તેમણે વિચાર્યું કે તેનો પણ ઈલાજ શોધી કાઢીશું. પરંતુ સુરંગ હજી તો બેરેકની ૨૦ ફૂટ દૂર હતી ત્યારે તેઓ પકડાઈ ગયા હતા.હાફીઝ, શીબલી અને શાદુલ્લીએ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં કહ્યું હતું કે તેમણે ત્રણ તબક્કામાં સુરંગ ખોદવાનું પ્લાનિંગ કર્યું હતું.
 
અઢી વર્ષ પહેલા કર્ણાટક જેલમાં કાવતરું રચાયું હતું?
 
ક્રાઈમ બ્રાન્ચ એમ કહે છે કે જેલમા સુરંગ ખોદવાનું કાવતરું જાન્યુઆરી ૨૦૧૩ના બીજા સપ્તાહમાં રચાયું હતું. જો કે બીજી બાજુ તેઓ ખુદ કહે છે કે અઢી વર્ષ પહેલા જ્યારે શાદુલ્લી અબ્દુલ કરીમ કર્ણાટકની બીજાપુર જેલમાંથી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ખસેડાયો ત્યારે જ તે પોતાની સાથે પેન્સિલ બેટરી ( લાઈટ) લઈ આવ્યો હતો... નમાઝ પઢવા માટેની ચોક્કસ દિશા જોવા માટે જેલમાંથી જ નિયમ પ્રમાણે આરોપીઓને પાંચ હોકાયંત્ર અપાયા હતા. જેમાંથી આરોપીઓએ એક હોકાયંત્ર છૂપાવી રાખ્યું હતું. શું આ ઘટનાક્રમ સાબિત નથી કરતું કે સુરંગકાંડનું કાવતરું બે મહિ‌ના પહેલા નહીં બલકે અઢી વર્ષ પહેલા કર્ણાટકની જેલમાં જ રચાયું હતું..? જો કે જ્યારે સુરંગ ખોદવાનો વારો આવ્યો ત્યારે તે પેન્સિલ લાઈટના બટન સેલ પૂરા થઈ ગયા હતા. તેથી બી ટેક થયેલા શાદુલ્લીએ બેરેકની જ દીવાલ ઘડિયાળામાંથી પેન્સિલ સેલ કાઢી ચશ્માના પાકીટમાં ગોઠવ્યા હતા. ત્યારબાદ તેણે પેન્સિલ લાઈટનો બલ્બ કાઢયો હતો અને બેરેકમાં છૂટા રહેતા ઈલેકટ્રિક વાયરોની મદદથી તેને જોડી કામચલાઉ પર્સ લાઈટ બનાવી દીધી હતી. આ જ લાઈટ વડે આરોપીઓ ધરતીના પેટાળમાં ૧૬ ફૂટ ઊંડે અંધારામાં સુરંગ ખોદતા હતા.
 
સળિયાથી જ ખોદી હોવાનો ખુલાસો :
 
ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હતું કે તેમણે એફ એસ એલના અધિકારીઓ પાસે સુરંગમાં ખોદવાથી પડેલા નિશાનોનું પરીક્ષણ કરાવ્યું હતું. સુરંગને સીધી ખોદવાની હોવાથી સળિયાનો ઉપયોગ કરાતો હતો.નિશાન પણ સૂચવે છે કે સુરંગ સળિયાથી જ ખોદવામાં આવી છે.
 
ગૂંગળામણ થશે તેવો ખ્યાલ હતો :
 
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે જેમ જેમ સુરંગ લાંબી થતી જતી હતી તેમ તેમ અંદર ગૂંગળામણ અનુભવાતી હતી. પરંતુ તેઓ કોઈપણ હિ‌સાબે જેલમાં્થી બહાર નીકળવા માગતા હતા તેથી તેને ખોદવાનું જારી રાખ્યું હતું.
 
કેરેટ મૂકી રાખતા હતા :
 
બરાક આરોપીઓએ જેલ સ્ટાફને યોજનાપૂવર્ક બેવકૂફ બનાવ્યા હતા. જે કેરેટનો ઉપયોગ સુરંગમાંથી માટી કાઢી બહાર ફેંકતા હતા તે કેરેટમાં આરોપીઓનું જમવાનું આવતું હતું. આરોપીઓ જેલ સ્ટાફને કહેતા કે હજી બે લોકો ખાવાના બાકી છે, કેરેટ મૂકી રાખો. આ દરમિયાન સાંજના ખાવાનું ટાઈમ થઈ જતા બીજા કેરેટમાં જમવાનું આવતું હતું. અને આમ જેલ સ્ટાફ ભૂલી જતું હતું કે એક કેરેટ હજી તેમની પાસે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: conspiracy was planned in karnatak jail before two and half year ago
(News in Gujarati from Divya Bhaskar)

      Next Article

      Recommended

          PrevNext