Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Complaint For Biryani Served Bu Bharat Barot In Dudheshwar

ભરત બારોટે દૂધેશ્વરમાં બિરિયાની પીરસતા ફરિયાદ

Bhaskar News, Ahmedabad | Dec 17, 2012, 00:41 AM IST

શહેરમાં આવતીકાલને સોમવારના રોજ વિધાનસભાની ચૂંટણી છે ત્યારે તેની આગલી રાત્રે જ દૂધેશ્વર મ્યુનિ. ક્વાર્ટર્સમાં લોકોને ભાજપના ઉમેદવાર ભરત બારોટ દ્વારા બિરિયાની પીરસાઈ હતી.

આ ઉપરાંત આવતીકાલ માટે સાત પોળમાં જમણવારનું આયોજન કરાયું હતું જેની તૈયારીના ભાગ રૂપે હનુમાન પોળ, નવા તળીયાની પોળ, તરગાડાવાડ, કટકીયા પોળ, કડવા પોળમાં રવિવારે રાત્રે જ જમવાનું બની રહ્યું હતું. જેથી આ મામેલ કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતાં આ મુદ્દે તપાસ હાથ ધરી છે.

અમિત શાહ સામે આચાર-સંહિતા ભંગની ફરિયાદ :

નારણપુરાના ભાજપના ઉમેદવાર અમિત શાહ સામે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. અમિત શાહે પ્રચાર-પ્રસાર પૂર્ણ થયા બાદ રેલી અને સભા યોજી હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી કોંગ્રેસે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ચૂંટણી પંચ દ્વારા તપાસ માટે ટીમો મોકલી હતી. આ ટીમો દ્વારા વીડિયોગ્રાફી કરી સીડી મોકલાશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરાનાર હોવાનું જાણવા મળે છે.આ અંગે અમિત શાહનો સંપર્ક કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: complaint for biryani served bu bharat barot in dudheshwar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext