Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Car Rally Of Visually Challenged In Ahmedabad

અમદાવાદમાં જામી વિઝ્યુઅલી ચેલેન્જ્ડની અનોખી કાર રેલી

City Reporter, Ahmedabad | Feb 18, 2013, 02:16 AM IST

રેલીમાં અવેરનેસ મેસેજ પણ આપવામાં આવ્યો
કારમાં બેસેલા તમામ નેવિગેટર્સ બ્લાઈન્ડ હતા


બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા એક અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર રેલીમાં રવિવારની સવારે ૧૪૩ જેટલી કાર એક પછી એક અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી હતી. આ કારની ખાસિયત એ હતી કે કારમાં બેઠેલા તમામ નેવિગેટર્સ બ્લાઈન્ડ હતા. બ્રેઈન લીપીમાં તૈયાર થયેલા મેપની મદદથી નેવિગેટર્સે પોતાના ડ્રાઈવરે રસ્તો બતાવ્યો હતો. જેમા તેઓએ અમદાવાદનો અંદાજિત ૮૦ કિ.મી જેટલો એરિયા કવર કર્યો હતો. આ કાર્યક્રમમનો મુખ્ય હેતુ કમ્યુનિકેશનની ખામીઓને દૂર કરવાનો છે. (વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો)

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: car rally of visually challenged in ahmedabad
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext