Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Women Attempt Suicide At Ahmedabad Collector Office

અ'વાદ કલેક્ટર કચેરી સામે વિરમગામની મહિલાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

divyabhaskar.com | Apr 22, 2017, 02:39 AM IST

  • આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડાયા
અમદાવાદઃ  વિરમગામ તાલુકાના લીયા ગામમાં રહેતી આંગણવાડીની મહિલા દલિત કાર્યકરે ગામના કેટલાક લોકોની ધાકધમકીથી ડરી તેમજ પોલીસ તેમજ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા તેમની ફરિયાદ નહીં સાંભળવામાં આવતા શુક્રવારે સવારે કલેક્ટર કચેરી ખાતે આવીને ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
 

આંગણવાડી કાર્યકર ભાણીબેન રેવાભાઇ પરમારના પતિએ થોડા દિવસ પહેલા મંદિરે સમગ્ર ગામના લોકો માટે સામૂહિક ભોજનનું આયોજન કર્યું હતું. જેમાં ખોડાભાઇ પટેલ (કોળી) અને તેના સાથીઓએ બહિષ્કાર કરવા લોકોને ઉશ્કેર્યા હતા. આ ઉપરાંત ચૂંટણીમાં ભાણીબેને ચૂંટણીપંચમાં અરજી કરતા ખોડાભાઇની પત્નીની ઉમેદવારી રદ કરાઈ હતી. આ તમામ અદાવતને ધ્યાને લઇ ખોડાભાઇએ ભાણીબેનને આંગણવાડી કાર્યકર તરીકે દૂર કરાવવા તેમની સામે ખોટી ફરિયાદો કરી હતી. તેમજ તેમને જાતિવાચક અપમાનજનક શબ્દો કહ્યા હતા. અને તેમની પુત્રીઓ પર બળાત્કાર ગુજારી એસિડ છાંટવાની ધમકી આપતા આ પરિવાર 30મી માર્ચ 2017થી આ ગામમાંથી હિજરત કરી ગયો હતો. આ ફરિયાદો ન ઉકેલાયા પગલું ભર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Women Attempt Suicide at Ahmedabad Collector office
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended