Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Woman Brought To Ahmedabad Who Was Trapped In Saudi Arabia

સાઉદીમાં ફસાયેલી અમદાવાદની મહિલા વતન પરત, દેહવ્યાપાર માટે થતું દબાણ

diyvabhaksar.com | Mar 20, 2017, 09:17 AM IST

  • સાઉદીથી પાછી ફરેલી શાહપુરની નૂરજહાં ભાટિયા
અમદાવાદઃનોકરીની લાલચમાં સાઉદી અરેબિયા ગયેલી મહિલાને ભારત લાવવામાં મહિલા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રવિવારે સવારે રિયાધથી મુંબઇ પહોંચેલી મહિલાને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાંજે અમદાવાદ લઇને પહોંચી ગઇ હતી. મહિલાને મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.  માનવ તસ્કરીના ગુનામાં પકડાયેલા મુંબઇના ડોંગરીમાં રહેતા એજન્ટના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે.

શાહપુરમાં રહેતી અને નોકરીની લાલચે સાઉદી અરેબિયા ગયેલી હાફિઝા રજ્જબહુસેન(45)ને ભારત પરત લાવવામાં મહિલા પોલીસને સફળતા મળી હતી. હાફિઝા રવિવારે સવારે 4.45 વાગે રિયાધથી મુંબઇ એર અરેબિયા ડોટ કોમની ફ્લાઇટથી પહોંચી ગઇ હતી. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિવારે સાંજે 7 વાગે હાફિઝાને લઇને અમદાવાદ આવી પહોંચી હતી.  હાફિઝાએ આપવીતી જણાવતાં કહ્યું હતું કે, ‘મને ત્યાં બ્યુટીપાર્લરનું કામ કરવા લઇ ગયા પણ ઘરકામ કરાવતા હતા. મેં હું ઘરકામ નહીં કરું એમ કહેતા તેઓએ મને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. જમવાનું આપતા નહોતા. એ લોકોએ મને દેહવ્યાપાર માટે દબાણ કર્યું હતું પણ હું 15 થી 20 દિવસ તો રૂમમાં પૂરાઇને રહી હતી. એક વાર ભાગવાનો પણ  પ્રયાસ કર્યો, એ લોકોએ મને પકડી લઇ મારા પગમાં ઇન્જેક્શન આપી દીધા હતા જેના કારણે મારા પગ બેજાન થઇ ગયા હતા.’
 
એજન્ટને બે દિવસના રિમાન્ડ, વધુ એક ઝડપાયો 
 
નોકરીની લાલચ આપી સાઉદી મોકલનારા એજન્ટો સામે મહિલા ક્રાઈમ બ્રાન્ચે માનવતસ્કરીની ફરિયાદ નોંધી છે. કેસમાં મુંબઇના એજન્ટ ફારુખની ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલી મહિલા એજન્ટ રેહાનાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: woman brought to Ahmedabad who was trapped in saudi arabia
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended