Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Vibrant Gujarat 2017 Seminar On GST: Indian Economy Begins With The Arrival Of Arunjaitley

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માર્ચ 2018 સુધી પૂર્ણ થઇ જશે: વાઇબ્રન્ટમાં વાયદો

divyabhaskar.com | Jan 11, 2017, 15:05 PM IST

  • કેન્દ્ર સરકારે અત્યાર સુધી 800 કરોડ રીલીઝ કરેલા છે: નાયડુ
અમદાવાદ:આજે વાઈબ્રન્ટ ગુજરાતમાં GST મુદ્દે જેટલીએ કહ્યું હતું કે, દેશને બોલ્ડ નિર્ણયોની જરૂર છે. છેલ્લા બે વરસમાં દેશમાં ઘણા બદલાવ જોયા છે. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે. અમુક ઇશ્યુ હજુ બાકી છે આવતા અમુક સમયમાં સોલ્વ થઇ જશે. શહેરી વિકાસ મંત્રી વૈકેયા નાયડુએ કહ્યું હતું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ આગામી માર્ચ 2018 સુધી પુર્ણ થઇ જશે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી 800 કરોડ રીલીઝ કરેલા છે. સ્માર્ટ સિટી પ્રોગ્રામ તળે વડોદરા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવા કવાયત ચાલી રહી છે. 
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વૈકેયા નાયડુ
 
 - તેમણે વિકાસના ગુજરાત મોડેલને ‘‘ફલેવર ઓફ કન્ટ્રી’’ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોનું પ્રથમ તબક્કાનું અંદાજે ૩૬ કિ.મી.ની કામગીરી વર્ષ ર૦૧૮ સુધીમાં પૂર્ણ થશે.
-આગલી સરકારમાં ગ્રોથ ડાઉન રહ્યું હતું, અમે આગળ લઇ જઇશું
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ આગામી માર્ચ 2018 સુધી પુર્ણ થઇ જશે.
- સ્માર્ટ સિટી પ્રોગ્રામ તળે વડોદરા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવા કવાયત ચાલી રહી છે
 
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી
 
- GST એક ઐતિહાસિક નિર્ણય, તેનાથી અર્થતંત્રમાં મોટો ફેરફાર થશે.
- છેલ્લા 2 વર્ષમાં અર્થતંત્રની સ્થિતિ સુધરી
- GSTના પ્રશ્નો આવનાર સમયમાં ઉકેલાઇ જશે.
 
 
મોદી-જેટલીના પ્રયાસોથી GSTનું કોકડું ઉકેલાયુંઃ અઢિયા
 
વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ પણ હાજરી આપી હતી. જેમાં હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 5-10 વર્ષથી GSTનો મુદ્દો લટક્યો હતો. નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીના પ્રયાસોથી શક્ય બન્યું છે.

મુન્દ્રા સોલાર અને અદાણી ગ્રુપ દ્વારા 4200 કરોડના MoU સાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 1700 કરોડના MoU આઈટી સેક્ટરમાં પણ સાઈન કરવામાં આવ્યા છે. 500 કરોડના MoU ગ્રીન મેન્યુફેક્ચરિંગ ઓફ વેક્સિંગ માટે સાઈન કરવામાં આવ્યા છે.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો તેમજ વાઇબ્રન્ટ સમિટને Live જોવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો...
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vibrant Gujarat 2017 Seminar on GST: Indian Economy begins with the arrival of arunjaitley
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended