Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Veer Shahid Rushikesh Ramani Garden Inauguration In Ahmedabad

'આ ગાર્ડનમાં પોતાની દયા સાથે આવજો, બબીતા સાથે નહીં', અ'વાદમાં જેઠાલાલ

divyabhaksar.com | Apr 21, 2017, 18:00 PM IST

  • નિકોલમાં વિસ્તારમાં બનેલા ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’નું આજે ઉદ્દઘાટન કરાયું છે.
અમદાવાદઃ નિકોલમાં વિસ્તારમાં બનેલા ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’નું આજે ઉદ્દઘાટન કરાયું છે. ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ' ફેમ જેઠાલાલ એટલે દિપીલ જોશીએ મીની ટ્રેનની મજા માણી હતી. ઉદ્દઘાટન પ્રસંગે લોકોને ટકોર કરતાં જેઠાલાલે કહ્યું હતું કે, આ ગાર્ડનમાં મોર્નિગ કે ઈવનિંગ વોકમાં પોત-પોતાની 'દયા' જોડે જ આવજો 'બબીતા' જોડે નહીં.'
 
'પોતાની દયામાં જ સાચું સુખ, બાકી મોહમાયા'
 
દિલીપ જોશીએ સ્ટેજ પરથી લોકોને જેઠાલાલની સ્ટાઈલમાં કહ્યું હતું કે, ગાર્ડનમાં પોતાની 'દયા' સાથે વોક કરતાં કરતાં બબીતા ચાલે છે કે નહીં તે ના જોતા. સાચું કહું છું ભગવાને આપણને જે  'દયા' આપી છે તેમાં શાંતિ અને સુખ છે. બાકી બધી માયા છે, કોઈના હાથમાં આવી નથી અને આવશે નહીં. એટલે આવી માથાકુટમાં પડવું નહીં.'
 
8 અને 10 રૂપિયા એન્ટ્રી ફી રહેશે
 
પીપીપી ધોરણે 1.22 કરોડના ખર્ચે ગાર્ડન અને 3 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરાયો છે. આ ગાર્ડન 4 લાખ ફૂટનું છે. જ્યારે 75 ફૂટનું પાર્કિગ ધરાવે છે. આ ગાર્ડનમાં 22 રાઇડ્સ છે. આજે ઉદ્દઘાટન પ્રસંગે આખા દિવસ માટે લોકોને ગાર્ડનમાં ફ્રી એન્ટ્રી મળશે, તો આવતીકાલથી બાળકો માટે 8 અને મોટા લોકો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી રહેશે. 
 
કોણ છે શહીદ મેજર ઋષિકેશ રામાણી ?
 
મેજર ઋષિકેશ વલ્લભભાઇ રામાણી (ઉ.વ.27) પહેલાં 23 પંજાબ રેજિમેન્ટમાં ભરતી થયા હતા અને પછી મેજરના હોદ્દા પર હતા. જૂન ૭ 2009ના રોજ કાશ્મીરની કુપવાડા સરહદ પર પાકિસ્તાન સ્થિત આંતકવાદીઓ સાથેની લડાઇમાં અમદાવાદના યુવાન મેજર ઋષિકેશ રામાણી શહીદ થયા હતા. અમદાવાદમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણિયા ગામના સપૂત અને પટેલ પરિવારના પુત્ર પંજાબ રેજિમેન્ટના મેજર ઋષિકેશ રામાણીએ કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર આતંકવાદીઓ સાથે લડતાં લડતાં શહીદી વહોરી હતી.  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિતાના એકના એક પુત્રએ શહીદ થતાં પહેલા પોતાના સૈનિકો સાથે મળી ત્રણ-ત્રણ આતંકવાદીઓની લાશ ઢાળી દઇ નાપાક તત્વોના ઇરાદાને નાકામ બનાવી દીધો હતો. 
 
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો....
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: veer shahid rushikesh ramani garden inauguration in Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended