Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Urine At Ahmedabad Riverfront By Police Jawan

CMના કાર્યક્રમમાં અવ્યવસ્થા, જવાનો રિવરફ્રન્ટ પર ટોઈલેટ કરવા મજબૂર!

Chetan Purohit,Ahmedabad | May 19, 2017, 02:53 AM IST

  • રિવરફ્રન્ટ પાસે પોલીસ જવાનો જાહેરમાં પેશાબ કરતાં જોવા મળ્યાં હતા
અમદાવાદઃ જે રિવરફ્રન્ટ અમદાવાદ જ નહીં દેશની ઓળખ બની ગયો છે. જે રિવરફ્રન્ટ પર એક સમયે ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ ડીનર લીધું હતું તે જ સ્થળે ગુજરાતના પોલીસ જવાનો ખુલ્લેઆમ પેશાબ કરતાં નજરે પડ્યાં હતા. સીએમ રૂપાણીના હસ્તે રાજ્યના 18,217 પોલીસ જવાનોને નિમણૂકપત્ર વિતરણનો કાર્યક્રમ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો છે, જેમાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી.
 
પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના મિશનને આંચકો લાગે તેવી ઘોર અવ્યવસ્થા સીએમ વિજય રૂપાણીના ગુરૂવારે રિવરફ્રન્ટ પર યોજાયેલા 18 હજાર પોલીસ કર્મચારીઓના નિમણુંકપત્ર વિતરણ કાર્યક્રમમાં જોવા મળી હતી. કાર્યક્રમમાં ભેગા થયેલા 18 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ માટે ટોઇલેટ અને ઠંડા પાણીની કોઇ વ્યવસ્થા કરાઇ ન હતી. જ્યારે પુરુષ પોલીસ કર્મચારીઓ રિવરફ્ન્ટ પર પેશાબ કરતા નજરે ચડ્યા હતા. ટુંકમા આખા કાર્યક્રમમાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી.
 
નિમણુંક પત્ર વિતરણ કાર્યક્રમમાં 18,217 પોલીસ કર્મચારીઓને નિમણુંક પત્ર અપાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ગીથા જોહરીએ જણાવ્યું કે, કુલ 4527 મહિલા કર્મચારીઓને નિમણંક અપાશે. જ્યારે 18217માંથી 220 પીએસઆઇ, 200 એએસઆઇ, 59 આઇબી ઓફિસર,  82 આસી. આઇબી ઓફિસર,11300 અનામ્ડ એલઆરડી, 1700 આમ્ર્ડ એલઆરડી, 752 જેલ સિપાઇ, 3904 એસઆરપી જવાનોનો સમાવેશ થાય છે.
 
ભાજપે 'હર હાથ કો કામ, હર ખેત કો પાની'નો નારો આપ્યો
રૂપાણીએ કાર્યક્રમમાં ભાજપે હર હાથ કો કામ, હર ખેત કો પાનીનો નારો આપ્યો હોવાનું જણાવ્યું, ભૂતકાળમાં જે પોલીસ અધિકારીઓની ધાક હોય તેને લોકો યાદ રાખતા હતા. જે વિરાસતને વધારવી હોવાનું પણ જણાવ્યું હતુ. સૈનિક સ્કૂલો વધારવા માટે અને પોલીસ ખાતામાં 33 મહિલાઓની ભરતીના નિર્ણય પ્રમાણે કામ ચાલું હોવનું કહ્યું હતુ. જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓને ડીજીપી મહિલા હોય  ત્યારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
 
ઠંડા પાણી વગર વલખાં મારતા પોલીસ જવાનો
 
રિવરફ્રન્ટ પર 18 હજાર જેટલા મહિલા-પુરૂષ પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓની હાજર હોવા છતાં ઠંડા પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાનું નજરે પડ્યું હતું. દૂર દૂરથી આવેલા પોલીસ જવાનો જ્યાં ત્યાં પડેલા બરફ તોડીને પાણીમાં નાખીને પીતા નજરે પડ્યાં હતા. તો બીજી તરફ આ પોલીસ કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનની પણ ઐસીતૈસી કરીને જ્યાં હોય ત્યાં કરચો નાખી દીધો હતો. 
 
આ પ્રસંગે બોલતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, છેલા બે વર્ષમાં 26 હજાર પોલીસની ભરતી થઈ છે. ભૂતકાળમાં લાગવગ અને પૈસાથી ભરતી કરાતી હતી. ગરીબ મા-બાપ ગમે તેમ કરી દીકરાને નોકરી અપાવતા હતા. જોકે હવે અહીંયા બેઠેલા બધાયે પોતાના કૌશલ્યોથી નોકરી લીધી છે. અસામાજિક તત્વોના છક્કાછુટી જાય તેમ નોકરી કરજો. ભાજપે હર હાથ કો કામ અને હર ખેત કો પાની'નો નારો આપ્યો છે.'
 
આગળ વાંચો...મહિલા કોન્સ્ટેબલે કહ્યું, 'મારા સાસરીયા મને અપશુકનિયાળ માને છે'
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Urine at Ahmedabad Riverfront by Police jawan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended