Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» This 43 Seats Of Gujarat Assembly Never Lose BJP After 1995

ગુજરાતની 182માંથી આ 43 સીટો પર ભાજપ 1995 પછી ક્યારેય હાર્યું નથી

Tikendra Raval, Ahmedabad | Apr 20, 2017, 14:57 PM IST

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ વખતે પણ ભાજપનું પલ્લુ ભારે હોવાનું વિશ્લેષકો માની રહ્યાં છે. 1995થી ગુજરાતમાં ભાજપે પકડ જમાવી રાખી છે. ખાસ કરીને ગુજરાતમાં ભાજપની કુલ 43 સીટો એવી છે કે જે 1995થી સતત જીતી રહી છે. 1995માં કોંગ્રેસે 45 બેઠકો મેળવી હતી, જે બાદ કોંગ્રેસની બેઠકોમાં આંશિક વધારો થયો છે. પરંતુ તેની સામે એટલી જ સીટો ભાજપ માટે 'નિશ્ચિત' જ છે. 1995થી 2012 સુધીમાં કુલ પાંચ ચૂંટણીમાં ભાજપ 43 સીટો ક્યારેય હાર્યું નથી.
 
43 સીટો ગુજરાતને ભાજપનું ગઢ બનાવે છે
 
ગુજરાત વિધાનસભાની 1995થી 2012 સુધીની ચૂંટણીનું મતવિસ્તાર પ્રમાણે એનાલિસીસ કરતાં એવું તારણ નીકળ્યું છે કે, ભાજપ 43 બેઠકો પર હાર્યું નથી. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રની 12 બેઠકો પર ભાજપ સતત જીતતું આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદની 21માંથી 17 સીટો પર ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. એક એનાલિસીસ મુજબ, સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ સતત જીતે છે. કચ્છની કુલ 6 બેઠકોમાંથી ભાજપ 1 બેઠક પર જીતતું આવ્યું છે. આજ પ્રમાણે, ઉત્તર ગુજરાતની 53 સીટોમાંથી 8, દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાંથી 8, મધ્ય ગુજરાતની કુલ 40 બેઠકોમાંથી 14 પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. 
 
2002 પછી ભાજપની સીટો ઘટી, 150ના લક્ષ્યાંક સામે પડકાર
 
1995 પછી યોજાયેલી ગુજરાત વિધાનસભાની પાંચ ચૂંટણીમાં સૌથી વધુ 127 બેઠકો ભાજપે 2002માં મેળવી હતી. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે 1995થી 2012 સુધીની ભાજપની બેઠકોનું એનાલિસીસ કરતાં એવું જાણવા મળ્યું કે, 1995માં ભાજપને કુલ 182માંથી 121, 1998માં 117, 2002માં 127, 2007માં 117 અને 2012માં 115 બેઠકો મળી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150નો લક્ષ્યાંક પૂરો કરવા માટે વધારાની 29 સીટો પર જીત હાંસલ કરવી પડે તેમ છે. 150ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કોંગ્રેસ અને લધુમતી પ્રેરિત કેટલીક સીટો પર વિજય હાંસલ કરવું ભાજપ માટે પડકાર સામન રહેશે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, 150ના લક્ષ્યાંક માટે ભાજપ મોદી બ્રાન્ડ ચલાવશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This 43 seats of Gujarat assembly never lose BJP after 1995
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended