Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» RBI Governer Urjit Patel At Vibrant Gujarat At Mahatma Mandir Gandhinagar

વાઇબ્રન્ટમાં 24,385 કરાર થયા : જાણો કયા-કયા ક્ષેત્રે થયા MOU?

divyabhaskar.com | Jan 12, 2017, 09:38 AM IST

અમદાવાદ:  વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટના બીજા દિવસના અંતે કુલ 24,385 કરાર થયાની સરકારે જાહેરાત કરી છે, જેમાંથી 18,516 કરાર માત્ર એમએસએમઈ સેક્ટરમાં થયા છે. અન્ય 22 સેક્ટરમાં 5,856 કરાર થયા છે. ગુજરાત ડિફેન્સ અને ઍરોસ્પેસ સેક્ટરમાં ફોકસ કરવા માગે છે ત્યારે ફ્રાન્સની ઍરબસ કંપનીએ હેલિકોપ્ટર બનાવવા અંગેનો કરાર કર્યો છે. 
 
નોટબંધી બાદ આરબીઆઈના ગર્વનર ઉર્જિત પટેલ પહેલીવાર આજે ગુજરાત આવ્યા છે. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સેમિનારમાં હાજરી આપી હતી. ઉર્જિત પટેલ પોતાના સેશન દરમિયાન બહુ ઓછું બોલ્યા હતા અને પછી પાછલા બારણે નીકળી ગયા હતા. મીડિયાના લોકોએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે કોઇની સાથે વાત કરી નહોતી. વાઇબ્રન્ટના બીજા દિવસે IT, BT, એગ્રિકલ્ચર ક્ષેત્રે અગત્યના MOU થયા હતા. જ્યાં MRF કંપનીએ ગુજરાતમાં 4500 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેનાથી 2500 રોજગારીની નવી તકો ઉભી થશે.મહિને 1 મિલિયન ટાયરનું ઉત્પાદન થશે.
 
સ્વાગત પ્રવચનમાં નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, કેટલાક મહિનાઓથી અમુક લોકોની બહુ ચર્ચાઓ થાય છે એમાં ઉર્જિતજી પણ છે. સેમિનાર હોલ પેક થઇ ગયો હતો. IFSC (ગિફ્ટ સિટી) સેશન દરમિયાન NSE, NABARD, SBI, UBI, BSE, MCX દ્બારા MOU સાઇન કરવામાં આવ્યા હતા.  IFSC માં બિઝનેસની સંભાવનાઓ અંગે યોજાયેલા સેશનમાં ઉર્જિત પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણા મંત્રી અર્જુન મેઘવાલ, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, આવતી કાલે 5:30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટની સમાપન ઇવેન્ટમાં અનીલ અંબાણી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી અને વૈકેયા નાયડુ હાજરી આપશે.
 
આજે થયેલા MOUs
 
- MRF પોતાના નવા પ્લાન્ટ માટે કર્યા MOU. ગુજરાતમાં શરૂ કરશે 4500 કરોડનો પ્લાન્ટ. જે 2500 રોજગારીની નવી તકો ઉભી કરશે અને આ પ્લાન્ટમાં મહિને 1 મિલિયન ટાયરનું ઉત્પાદન થશે.
- એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત 16,000 કરોડના MOU
- IT સેક્ટરમાં 16,000 કરોડના MOU
- BT સેક્ટરમાં 5022 કરોડના MOU
- પોલાન્ડના GCMMF (અમૂલ) સાથે MOU
- ગુજરાતના આદિવાસી પ્રોડક્ટ્સ એમેઝોન પર વેચી શકાશે, થયાં MOU
- વેલસ્પૂન ગ્રુપ ગુજરાતમાં ત્રણ ટેક્સટાઇલ પ્રોજેક્ટમાં રૂ. 4000 કરોડનું રોકાણ કરશે.
- અબુ ધાબીનું નામાંકિત લુલુ ગ્રુપ ગુજરાતમાં મોલ અને હોટલ શરૂ કરે તેવી શકયતા
- એવિએશન, ફૂડ પ્રોસેસિંગ અને એજ્યુકેશન ક્ષેત્રે વિકાસ માટે પોલેન્ડ સાથે MOU
- એગ્રિકલ્ચર ગ્રોથ માટે 350થી MOU થયા
 
ઉર્જિત પટેલે શું કહ્યું?
 
અમેરિકાની ઇકોનોમીમાં બદલાવને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઇ રહી છે.
અમે ઇંફ્લેશન ટાર્ગેટને 4 ટકા રાખવા પ્રયાસ કરી રહ્યા છીએ. 
મોનેટરી પોલીસીના સ્મૂથ ટ્રાંસમિશન માટે સતત પ્રયત્નશીલ
રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુકત ખાધ G20 દેશોમાં સૌથી વધારે છે. 
IFSCમાં લીગલ ફ્રેમવર્ક અને વિવાદના નિવારણ માટે એક ઉચ્ચક્ક્ષાના વર્કિંગ ગ્રુપની જરૂર છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI governer urjit patel at vibrant gujarat at mahatma mandir gandhinagar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended