Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ransom Virus May Be Target On Mobile Phone After Computer

કોમ્પ્યુટર પછી રેન્સમવેર વાયરસ મોબાઈલને પણ ટાર્ગેટ કરી શકે છે!

Chetan Purohit,Ahmedabad | May 18, 2017, 13:13 PM IST

અમદાવાદઃવિશ્વના સંખ્યાબંધ દેશની કોમ્પ્યુટર સિસ્ટમને શિકાર બનાવનાર રેન્સમવેર વાયરસ હુમલાની ઘણી ખરી અસર ગુજરાતમાં પણ થઇ છે. દરેક સેક્ટરમાં રેન્સમવેરનો ફફડાટ જોવા મળી રહ્યો છે. FSLના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વાયરલનો આગામી ટાર્ગેટ મોબાઈલ પણ હોઈ શકે છે કારણ કે અગાઉ કેટલાક હેકર્સ દ્વારા આ પ્રકારના પ્રયાસો થઈ ચૂક્યાં છે. જો મોબાઈલને ટાર્ગેટ કરાય છે દેશને સૌથી મોટું નુકસાન થઈ શકે તેમ છે.
 
 
FSLના અધિકારીઓ પણ રાખી રહ્યાં છે સાવચેતી
 
વાયરસને પગલે દેશ સહિત વિશ્વમાં ફફડાટ છે ત્યારે ગાંધીનગર એફએસએલ લેબ અધિકારીઓ પણ સાવચેતીના ભાગ રૂપે રોજે-રોજ પોતાનો ડેટા રિકવર કરી રહ્યાં છે. એફએસએલના ડિરેક્ટર એમ. એસ દહીયાએ આ અંગે કહ્યું હતું કે, 'અમારી રિસર્ચ ટીમ વાયરસ અંગે કામ અને સંશોધન કરી રહી છે.'
 
વિકેન્ડમાં જ કેમ કરાય છે સાયબર એટેક?
  
એફએસએલના સુત્રોના જણાવ્યાં અનુસાર રેન્સમવેરને જેમ મોટાભાગના સાયબર એકેટ વિકેન્ડ એટલે કે શુક્રવાર રાત્રે જ કરાય છે. કારણ કે બે દિવસ મોટાભાગની ઓફિસોથી લઈને મોટાભાગના સેક્ટર બંધ જ હોય છે. આ બે દિવસમાં વાયરસ એટલો ફેલાય જાય છે કે, સોમવારે તેનાથી બચવું મુશ્કેલ બની જાય છે. 
 
આગળ વાંચો...રેન્સમવેર વાયરસથી ડેમેજ થયેલી ફાઇલ્સ 40 વર્ષમાં પણ પૂરી રિકવર ન થાય
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ransom Virus may be target on Mobile Phone After Computer
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended