Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» PM Narendra Modi Popularity Poll On Divyabhaskar.Com Facebook Page

Survey: મોદી PM ઉમેદવાર બન્યા ત્યારે કે અત્યારે સૌથી વધારે લોકપ્રિય?

divyabhaskar.com | Apr 21, 2017, 15:10 PM IST

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મીએ એપ્રિલે સુરતમાં 12 કિ.મી. લાંબો રોડ શો કર્યો હતો. 10 લાખથી વધુ લોકો ઊમટી પડ્યા હતા અને પીએમની એક ઝલક માટે પાંચ-પાંચ કલાક સુધી રાહ જોઇ ઊભા રહ્યા હતા. જે બાદ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા અંગે ચર્ચા થવા માંડી હતી. આ ચર્ચાને ધ્યાનમાં રાખીને divyabhaskar.comએ 2014 અને 2017ની નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંગે ફેસબુક પર એક રસપ્રદ સર્વે કર્યો હતો. જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. 
 
divyabhaskar.comએ કરેલા સર્વેમાં એવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે તમે શું માનો છો? જેનો ત્રણ પ્રકારમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. 12,652 લોકોનું માનવું હતું કે મોદીની 2014 પછી 2017માં લોકપ્રિયતા વધી છે. જ્યારે 624 લોકોનું માનવું છે કે મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 352 લોકોનું કહેવું છે કે મોદીની લોકપ્રિયતા 2014 જેટલી જ 2017માં છે. રિડર્સે સૂચવેલ ઇમોજીસના માધ્યમથી પોતાના જવાબો આપ્યા હતા.
 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મોદીની લોકપ્રિયતા અંગે લોકોનું શું માનવું છે?
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Narendra Modi popularity poll on divyabhaskar.com facebook page
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended