Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Parents Protest In Nirman School At Vastrapur In Ahmedabad On Fee Issue

ફી નિયમન વિધેયકના અમલ મુદ્દે વાલીઓની વિધાનસભા ઘેરવાની ચીમકી

divyabhaskar.com | Apr 21, 2017, 01:08 AM IST

  • રાજ્ય સરકારના ફીના આદેશ કરતાં વધુ ફી શાળા દ્વારા ઉઘરાવતાં વાલીઓએ પ્રિન્સિપાલને રજુઆત કરી હતી.
અમદાવાદઃરાજ્ય સરકારના ફી વિધેયક પ્રમાણે ખાનગી સ્કૂલોમાં અમલ થાય તે માટે વોઇસ ઓફ પેરેન્ટ્સ દ્વારા દેખાવ કરાઈ રહ્યા છે. ગુરુવારે વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ ખાતે ફી મુદ્દે દેખાવો કરાયા હતા. વાલીઓએ કાયદા મુજબ ફી લેવા સ્કૂલ સત્તાવાળાઓ સમક્ષ દેખાવ કર્યો હતો. વાલીઓએ આવેદનપત્ર આપ્યું હતું અને વધારાની ફી લેવા રજૂઆત કરી હતી. સ્કૂલ સંચાલક આશિષ શાહે જણાવ્યું હતું કે સ્કૂલે ત્રણ મહિનાની ફી ઉઘરાવી છે. 
 
સરકાર નિયમ ઘડશે તે પ્રમાણે વધારાની ફી આગામી સત્રમાં સેટ કરી અપાશે. વાલીઓને ખાતરી આપી હોવા છતાં કહેવાતા વાલીગણ દ્વારા દેખાવ કરી સંચાલકોને કનડગત કરવામાં આવે છે. જેથી કહેવાતા વાલીગણ સામે સરકારે પગલાં ભરવા જોઇએ. દરમિયાન મોડી સાંજે ઇશ્વરભુવનના જોગર્સપાર્કમાં વાલીઓની બેઠક મળી હતી. વાલીઓએ એજ્યુકેશન ટેક્સ નહીં આપવા એક સૂરે વિરોધ કર્યો હતો. વાલીઓએ સ્કૂલમાં નિયમ વિરુદ્ધ લેવાતી ફી સામે ભારે વિરોધ કર્યો હતો.
 
વાલીઓ આક્રમક મૂડમાં
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખાનગી શાળાઓ માટે ફી નિયમન માટે વિધેયક લાવવામાં આવ્યું છે. જોકે, કાયદાની આંટીઘૂંટીમાં તેનો લાભ હજુ સુધી વાલીઓને મળ્યો નથી. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન અને દેખાવો કરી રહેલાં વાલીઓ હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. વાલીઓએ આ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા શનિવારે વિધાનસભા ઘેરાવો અને જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 
 
વાલીઓ સાથે રહીને આંદોલન કરી રહેલા અગ્રણી પ્રકાશ કાપડીયાએ જણાવ્યું હતું કે, 'સરકાર દ્વારા વિધેયક પસાર કરવામાં આવ્યું પરંતુ તેનો અમલ લોલીપોપ જેવો છે. હાલ વાલીઓ શું કરવું કે ન કરવું તે અવઢવમાં છે, અમારી સાથે રોજ 300 વાલીઓ જોડાઇ રહ્યા છે. આજે સાંજે અમે નવરંગપુરામાં આવેલા જોગર્સ પાર્કમાં વાલીઓ સાથે મિટીંગ કરવાના છીએ. પ્રકાશ કાપડીયાએ જણાવ્યું હતું કે અમે વિધેયકની યાદ અપાવવા માટે સરકાર સામે આક્રમક કાર્યક્રમ આપવાના છીએ. અમારી માંગનો પડઘો પાડવા માટે અમે જેલભરો આંદોલન સાથે શનિવારે વિધાનસભાનો ઘેરાવો કરવાના છીએ.'
 
અલગ અલગ ફી ઉઘરાવતા વિરોધ
ગુજરાત વિધાનસભામાં સ્વ નિર્ભર સ્કૂલ ફી વિધેયક 2017 પસાર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સ્વ નિર્ભર સ્કૂલોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં લઘુત્તમ વાર્ષિક રૂ. 15,000, રૂ. 25,000, રૂ.27,000ની ફી લેવાની જાહેરાત કરાઈ છે. જે મુજબ સ્વનિર્ભર સ્કૂલોમાં ફી લેવામાં આવે તેવી માંગણી સાથે વાલીઓ છેલ્લા કેટલાક દિવસોથી ધરણાં-પ્રદર્શન કરી રહ્યાં છે. આજે પણ વસ્ત્રાપુર ખાતે આવેલી નિર્માણ સ્કૂલમાં વાલીઓ દ્વારા વિરોધ પ્રદશન કરાયું છે.
 
રાજ્ય સરકારના ફીના આદેશ કરતાં વધુ ફી શાળા દ્વારા ઉઘરાવતાં વાલીઓએ પ્રિન્સિપાલને રજુઆત કરી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા વાલીઓએ એક જ કલાસમાં ભણતા બાળકો પાસેથી અલગ-અલગ ફી ઉઘરાવાતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. શાળા સંચાલકો દ્વારા ડીઈઓ દ્વારા ફી મુદ્દે કોઈપણ પ્રકારની લેખિત માહિતી ન મળી હોવાનું કહેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓના વિરોધને જોતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી. 
 
આગળ વાંચો...સ્વનિર્ભર સ્કૂલોએ ત્રિમાસિક ફીની વિગતો 21મી સુધી રજૂ કરવી પડશે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Parents protest in Nirman School at Vastrapur in Ahmedabad on Fee issue
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended