Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Not 150 BJP Will Not Get Even 80 Seats In Next Gujarat Assembly Election: Hardik Patel

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 નહીં 80 સીટો પણ નહીં મળે: હાર્દિક

divyabhaskar.com | May 17, 2017, 16:23 PM IST

  • 21મીએ બોટાદ ખાતેની યાત્રામાં હાર્દિક પટેલ સહિત 51 યુવાનો સરકારના અત્યાચારના વિરોધમાં મૂંડન કરાવશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. હાર્દિકે જણાવ્યું હતું કે, આગામી 2017 ચૂંટણીમાં ભાજપને 150 નહીં પરંતુ 80 સીટો પણ નહીં મળે અને આજ તેમનો પ્લાન છે. ઉપરાંત આગામી ચૂંટણી ભાજપ માટે કોંગ્રેસ વિરોધી નહીં હોય, પરંતુ તેની સામે યુવાનો, પાટીદારો અને દલિતો પણ છે. ચૂંટણીમાં તમામ સમાજ ભાજપને હરાવશે. 
 
બોટાદની યાત્રામાં હાર્દિક કરાવશે મૂંડન
 
અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારો માટે આયોગ બનાવવાની વાત કરી હતી. આ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, નીતિન પટેલ ભોળા માણસ છે. પરંતુ સરકારને ખબર જ નથી કે આયોગન કેવી રીતે બને. સરકાર આંદોલન તોડવા સતત પ્રયાસ કરી રહી છે. તે પૈસા આપી અમારા કન્વીનરો તોડવાના પ્રયાસ કરી રહી છે. ઉપરાંત હાર્દિકે સરકારી વિરોધી કાર્યક્રમો અંગે જણાવ્યું હતું કે, તે આગામી દિવસોમાં બોટાદ અને ભાવનગરથી ન્યાયયાત્રા કાઢવાનો છે અને 21મીએ બોટાદ ખાતેની યાત્રામાં હાર્દિક પટેલ સહિત 51 યુવાનો સરકારના અત્યાચારના વિરોધમાં મૂંડન કરાવશે. જ્યારે આગામી 11મી જૂનના રોજ પાસના કન્વીનરો અને કાર્યકરો માટે સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે આ સંમેલનમાં 50 હજારથી વધુ પાટીદાર યુવાનો હાજર રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Not 150 BJP will not get even 80 seats in next gujarat assembly election: hardik Patel
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended