Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» NCP New State Office Inaugurated By Sharad Pawar In Ahmedabad

ભાજપ સામે જાયન્ટ મોરચાની જરૂર, કૃષિ ક્ષેત્રે ગુજરાતન નંબર વન નથીઃપવાર

divyabhaskar.com | Mar 20, 2017, 00:29 AM IST

  • હાઈકોર્ટ પાસે એનસીપીના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન
અમદાવાદ: NCP સુપ્રીમો શરદ પવારે રવિવારે કહ્યું કે યુપીમાં યોગી આદિત્યનાથ સીએમ બનતાં મંદિર-મસ્જિદનું રાજકારણ ગરમાશે. ભાજપના મુકાબલા માટે મહાગઠબંધનની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે સમાન વિચારસરણી ધરાવતા પક્ષોએ ભાજપને રોકવાની જરૂર છે. પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારે એનસીપીના  નવા પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે પવારે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આપેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ નિવડ્યાં છે.

મોદીએ ખેડૂતોનો વચન આપ્યું હતું કે, ખેડૂતોની આવકમાં 50 ટકાનો વધારો થશે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉલટાની ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. નોટબંધીના કારણે લઘુ ઉદ્યોગોમાં કામ કરતા 52 ટકા કારીગરોએ નોકરી ગુમાવવી પડી છે. પવારે યુપીમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાના મોદીના નિર્ણયની ટીકા કરતા જણાવ્યું કે, હવે યુપીમાં વિકાસને બદલે મંદીર-મસ્જીદનો મૂદ્દો વધુ ચર્ચામાં રહેશે. જે યુપીના લોકો માટે સારી વાત નથી. પવારે જણાવ્યું કે, યુપીમાં જે રીતે ભાજપએ વિજય મેળવ્યો છે તેને જોતા એમ લાગે છે કે, હવે દેશના મોટા રાજકીય પક્ષો કે જે સમાન માનસિકતા ધરાવે છે, તેમણે ભાજપનો સામનો કરવા માટે સાથે આવવું પડશે.
 
 
વધુ વિગતો માટે જુઓ, આગળની સ્લાઇડ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NCP new state office inaugurated by Sharad Pawar in Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended