Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Mothers Day: Woman Fight Against Bootleger Husband For Son

અ'વાદઃ પુત્ર માટે બૂટલેગર પતિ સામે લડી માતા, મહેનતથી બનાવ્યો કાબેલ

Chetan Purohit,Ahmedabad | May 14, 2017, 13:27 PM IST

  • દિવસ રાત સિવણકામ કરીને પુત્ર તુષાર ઉચ્ચ અભ્યાસ કરાવ્યો
અમદાવાદઃ આજે મધર્સ ડે (14 મે) પર વાત એક એવી માતાની જે પોતાના પુત્ર માટે પોતાના બૂટલેગર પતિ અને સમાજ સામે લડીને પોતાના પુત્રને મહેનતથી સારી જગ્યા પર પહોંચાડ્યો છે. આ સાથે જ બે અનાથ બાળકોના સારા ભવિષ્ય માટે તેમને દત્તક લીધા છે.
 
 
'પિતા બનાવી દેવા માંગતા હતા બૂટલેગર'
 
એક સમયે શહેરના છારાનગરમાં રહેતાં તુષાર ઈન્દ્રેકર હાલ ટોરેન્ટ ફાર્મામાં સારી પોસ્ટ પર નોકરી કરે છે. તુષારે પોતાને માટે માતા સંગીતાબેન ઈન્દ્રેકરના સંઘર્ષની વાત કરતાં કહ્યું હતું કે, મારા પિતા દારૂનો વ્યવસાય કરતાં હતા, હું 6 ધોરણ ભણ્યો પછી તેમને મને આગળ ભણવાની ના પાડી દીધી હતી. તેઓ મને તેમની સાથે દારૂના વ્યસાયમાં જોડી દેવા માંગતા હતા. જોકે, મારી માતા મારા માટે પિતા અને સમાજ સામે લડી હતી. બિમારી બાદ માતા પિતાનું મોત થયું અને દારૂના વ્યવસાયનું દબાણ મારી માતા પર આવ્યું જોકે, તેઓ મને આ બધાથી દૂર લઈ જવા માંગતા હતા. તેઓ દિવસ-રાત સિવણકામ કર્યું અને મને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો.'
 
આગળ વાંચો...મારા માટે જોયેલા સપના માતા હવે દત્તક લીધેલા બાળકોમાં પુરા કરવા માંગે છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mothers Day: Woman fight against Bootleger husband for son
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended