Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Mothers Day: Anar Patel Gave Motherhood To Children Who Worked On Tea Stall

આનંદીબેનની દીકરીના જીવનનું સાવ અજાણ્યું પાસું, કોની માટે બન્યાં ‘મા યશોદા’?

Tikendra Raval, Ahmedabad | May 13, 2017, 18:19 PM IST

  • ચાની કિટલીએ બાળકને જોતાં જ ભાવુક થયા હતા અનાર-જયેશ પટેલ
અમદાવાદ: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલે એક ચાની કિટલી પર કામ કરતાં બાળકને માતૃત્વ આપીને તેનામાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યું છે. ચાની કિટલીએ કામ કરતાં પાંચ વર્ષના બાળકને જોતાં જ અનાર પટેલ અને તેના પતિએ તેનું ભવિષ્ય બનાવવાનું મન બનાવી લીધું હતું. આજે તે બાળક ક્રિષ્ના ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે અને અનાર અને જયેશ પટેલ સાથે જ રહે છે. 14મી મેના રોજ મધર્સ ડે છે, ત્યારે જોઇએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલના જીવનનું અજાણ્યું પાસું. અનાર પટેલ અત્યારે લંડન હોવાથી તેમના એક નજીકના વ્યક્તિએ આ માહિતી આપી હતી. 
 
ચાની કિટલીએ બાળકને જોતાં જ ભાવુક થયા હતા અનાર-જયેશ પટેલ
 
આજથી આઠ વર્ષ પહેલાં અનાર પટેલ અને તેમના પતિ જયેશ પટેલ દ્વારકા જઇ રહ્યાં હતાં ત્યારે ચા પીવા માટે રસ્તામાં એક નાનકડી કિટલી પર ઊભા રહ્યાં હતાં. આ દરમિયાન ચા આપવા માટે એક નાનકડો બાળકો આવ્યો હતો. તેને જોઇને અનાર અને જયેશ પટેલના ચહેરા પર ચિંતા દેખાઇ. બાળકો સાથે સતત વાતચીત કરવા ટેવાયેલા એવા જયેશ પટેલે આ બાળકમાં રસ દાખવીને તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જયેશ પટેલે બાળકને કચરો વાળવા માટે સાવરણો આપવા કહ્યું. ત્યાર બાદ જયેશ પટેલે જાતે કચરો વાળવાનું શરૂ કરતાં બાળક બોલી ઉઠ્યું કે, આવી રીતે કચરો ન વળાય. કચરો વાળતાં પહેલાં પાણી છાંટવું પડે એટલે ધૂળ ના ઉડે. 
 
આગળ વાંચો, જયેશ-અનાર પટેલે આ બાળકનું ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું, મા-બાપ બની ક્રિષ્નાની કાળજી રાખી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mothers day: Anar Patel gave motherhood to children who worked on tea stall
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended