Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Make In India's Best Example Provider Indraraj Gurjar Will Not Get Entry In Vibrant Gujarat

વાઇબ્રન્ટ : અનોખી બાઇક બતાવવા જયપુરથી આવ્યો પણ એન્ટ્રી જ ન મળી!

Hitesh Chavda, Ahmedabad | Jan 12, 2017, 00:42 AM IST

  • ઈન્દ્રરાજ ગુર્જર જયપુરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે
અમદાવાદ:વાઈબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ ટ્રેડ શોમાં ‘મેક ઈન ઈન્ડિયા’ના ઉદાહરણ રૂપે પોતાની ખાસ બાઇક બતાવવા જયપુરથી આવેલા એક વ્યક્તિને રજિસ્ટ્રેશન છતાં પ્રવેશ અપાયો નહોતો. પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રરાજ ગુર્જર વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવ્યો હતો. જેણે 12 તારીખે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આજે ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેવા માટે જવાનું હતું, જોકે એન્ટ્રી મળી નહોતી. જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુર્જરે પોલીસની નોકરીની સાથે સાથે એક અનોખું બાઈક પણ તૈયાર કર્યું છે. 
મેક ઈન ઈન્ડિયાનું ઉદાહરણ પૂરું પાડનારને મળી એન્ટ્રી

રાજસ્થાનના જયપુરમાં પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવનાર ઈન્દ્રરાજ ગુર્જરે પોલીસની નોકરીની સાથે સાથે એક અનોખું બાઈક પણ તૈયાર કર્યું છે. પોલીસ કોન્સ્ટેબલ ઈન્દ્રરાજ ગુર્જરે 12 તારીખે વાઈબ્રન્ટ ગુજરાતની ઓફિશીયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું કન્ફર્મેશન પણ તેના મેઈલમાં મળ્યું હતું. ઈન્દ્રરાજ ગુર્જરે વાઈબ્રન્ટ ગુજરાત હેલ્પલાઈનમાં પણ ફોન કર્યો હતો જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારે ઈનોવેશન કરવું હોય તો તમને ગ્લોબલ ટ્રેડ શોમાં સ્ટોલ ફ્રી મળશે જેના માટે આજે પાંચ મિત્રો સાથે કાઉન્ટ પર ગયા ત્યારે ખબર પડી કે ગ્લોબલ ટ્રેડ શોમાં એન્ટ્રી નહીં મળે.

આ યુવાન મિત્રો સાથે ગાંધીનગરમાં ફરી રહ્યો છે

પોલીસ કોન્સ્ટેબલ પાંચ મિત્રોની સાથે આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જોકે ગ્લોબલ ટ્રેડ શોમાં તેમને એન્ટ્રી મળી નહોતી. જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચ મિત્રોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ ઈન્દ્રરાજ પાંચ મિત્રો સાથે ગાંધીનગરમાં ફરી રહ્યો છે.
 
કંપનીઓ આ સિસ્ટમ અપનાવે તો લાભ
 
હાઇબ્રીડ મોટરસાઇકલ પેટ્રોલ અને પોલ્યુશન બચાવે છે. દુનિયાની કંપનીઓ આ સિસ્ટમ અપનાવે તો ફાયદો થશે. ચાલવા સમયે  પણ બાઇકની બેટરી ચાર્જ થાય છે. આ સિસ્ટમ કારમાં પણ લાગુ થઇ શકે છે. જ્યારે બાઇકમાં સોલર પેનલ અને વિન્ડ પાવરનો ઉપયોગ તો કરાયો છે.

આવી છે બાઈકની ખાસિયતો

- હોન્ડાનું જૂનું બાઈક છે.
- બાઈકમાં વાઈન્ડ પાવર, સોલર પાવર અને બ્રેક પાવર છે
- આ ત્રણ પાવરને કારણે બાઈકની સ્પિડ 120 પહોંચે છે
- પહેલા 40ની સ્પિડ સુધી બાઈક સોલર પાવર પર ચાલે છે.
- આ બાઈકને હાઈબ્રિડ મોટરસાઈકલ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમ કહેવાય છે.
- બાઈકમાં લગાવવામાં આવેલા સિસ્ટમ અપડેટ કરેલી છે.
- આ બાઈક પેટ્રોલથી ચાલતી નથી જેના કારણે પોલ્યુશન ન થાય.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Make in India's best example provider Indraraj Gurjar will not get entry in Vibrant Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended