Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Live Chain Snatching Captured On CCTV In Ahmedabad

અ'વાદના બેફામ લૂંટારૂઓ: ધોળા દિવસે આમ સોનાની ચેઇન ખેંચી ગયો

divyabhaskar.com | Apr 21, 2017, 10:46 AM IST

  • બુધવારે સવારે બનેલી ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
અમદાવાદઃશહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદના વિસ્તારમાં બુધવારે સવારે બનેલી ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આનંદનગર સિગ્નેચર રેસિડન્સીમાં રહેતાં વૃદ્ધા વનીતા વાછાણી સવારના 11.15 વાગે શ્યામલ રો-હાઉસથી ફાર્મ રોડ નજીકથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન આવી ચઢેલા શખ્સે તેની ચેઈન ખેંચી લીધી હતી.
 
સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક વૃદ્ધા જાય છે ત્યારે બાઈક પર બહાર બે શખ્સો આવે છે. એક શખ્સ વૃદ્ધાની પાછળ આવે છે, બીજો બાઈક લઈ બહાર ઉભો રહે છે. વૃધ્ધાની એકલતાનો લાભ લઈને પાછળ આવેલો શખ્સ સોનાનો દોરો તોડીને બાઈક પાછળ બેસીને ફરાર થઇ જાય છે. બુધવારે ધોળા દિવસે બનેલી આ ઘટનામાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી ફરાર શખ્સોને ઝડપવા વધુ તપાસ શરૂ કરી છે.
 
આગળ તસવીરોમાં જુઓ ચેઈન સ્નેચિંગની સમગ્ર ઘટના
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Live chain snatching captured on CCTV in Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended