Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Know About PM Narendra Modi Cousins What They Do

કોઇ પેટ્રોલ પંપે કામ કરે છે તો કોઇ ફટાકડા વેચે છે, આ છે PMના પિતરાઇ ભાઇઓ

divyabhaskar.com | May 16, 2017, 17:45 PM IST

  • 55 વરસના ભરતભાઇ વતન વડનગરથી 65 કિમી દૂર અહીં કામ કરે છે. તેઓ અઠવાડીયામાં એક વખત વડનગર પોતાના ઘરે જાય છે
અમદાવાદ :પાલનપુર પાસે આવેલા લાલવાડા ગામના પેટ્રોલ પંપ પર તમે ઉભા રહો અને કોઇ તમને  કહે કે તમને જે પેટ્રોલ ભરી આપે છે એ અટેન્ટડન્ટ નરેન્દ્ર મોદીના કઝિન છે તો? એમનું નામ ભરતભાઇ મોદી, નરેન્દ્ર મોદીના સગા કાકા નરસિંહદાસ મોદીના દીકરા છે ભરતભાઇ. 55 વરસના ભરતભાઇ વતન વડનગરથી 65 કિમી દૂર અહીં કામ કરે છે. તેઓ અઠવાડીયામાં એક વખત વડનગર પોતાના ઘરે જાય છે. ભરતભાઇનાં પત્ની રમીલાબેન વડનગરમાં જ રહે છે અને નાનકડા ઘરમાંથી વિવિધ વસ્તુઓનું વેચાણ કરે છે. ભરતભાઇ મહિને રૂપિયા 6 હજાર કમાય છે.
 
પિતરાઇઓ શું કરે છે, કેવી રીતે જીવે છે?
 
નરેન્દ્ર મોદી આગામી 21 અને 22મીએ ગુજરાત આવી રહ્યાં છે, ત્યારે આપણે જોઇએ કે તેમના પિતરાઇઓ શું કરે છે. એક અંગ્રેજી મેગેઝિને જ્યારે નરેન્દ્ર મોદીના ભાઇઓ, પિતરાઇઓ શું કરે છે અને કેવી રીતે જીવે છે એ વિશે સ્ટોરી કરી ત્યારે ઘણા ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ભરતભાઇના નાના ભાઇ અશોકભાઇ વડનગરની બજારમાં પતંગ, ફટાકડા, નાસ્તો વેચે છે. તેઅણે એક નાનકડી દુકન ભાડે રાખી છે. તેઓ પત્ની વીણાબહેન સાથે મળીને એક જૈન બિઝનેસમેને શરૂ કરેલી મફત ભોજનની દુકાનમાં પણ કામ કરે છે. અશોકભાઇ કઢી અને ખીચડી બનાવે છે અને વીણાબહેન વાસણ માંજે છે. તેમનાં ત્રીજા ભાઇ ચન્દ્રકાંતભાઇ અમદાવાદની એક ચેરિટેબલ ગૌશાળામાં કામ કરે છે.
 
મોદીના પિતાને કુલ 5 ભાઇઓ
 
તેમનાં અન્ય બે ભાઇઓ પણ આવી રીતે જ ગુજરાન ચલાવે છે. અરવિંદભાઇ આજુબાજુના ગામોમાં ફરીને તેલના જૂના ડબ્બા ભેગા કરે છે. ભોગીભાઇ વડનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. નરસિંહદાસ પણ તેમના ભાઇ દામોદરદાસની જેમ જ વડનગર રેલ્વે સ્ટેશન નજીક ચાની કિટલી ચલાવતા હતા. નરેન્દ્ર મોદીના પિતાને કુલ 5 ભાઇઓ હતા. નરસિંહદાસ, નરોત્તમદાસ, જગજીવનદાસ, કાંતિલાલ, જ્યંતિલાલ.  કાંતિલાલ અને જ્યંતિલાલ શિક્ષક તરીકે રીટયર્ડ થયા. જ્યંતિલાલની દીકરી લીનાબેનના પતિ વિસનગરમા બસ કંડકટર હતા.  
 
 
આગળ જુઓ, નરેન્દ્ર મોદીના પિતરાઇ ભાઇઓ અને તેમનાં સગાં ભાઇઓની તસવીરો
ક્લિક કરો આગળની સ્લાઇડ
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about PM narendra Modi cousins what they do
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended