Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Know About Maa Bap Ne Bhulso Nahi Dayra Fame Pankita Shah

'માતા-પિતાનું મહત્વ સમજાવું ત્યારે લોકો રડે છે', આ અ'વાદી યુવતી છે 'ડાયરા ક્વીન'

divyabhaskar.comn | May 21, 2017, 16:00 PM IST

  • DJના યુગમાં પંકિતા શાહના ડાયરા ધૂમ મચાવે છે
અમદાવાદઃ'મા-બાપને ભૂલશો નહીં' કાર્યક્રમથી અમદાવાદી યુવતી પંકિતા શાહ રાજ્યભરમાં જાણીતી છે. પોતાના કામ અંગે વાત કરતા પંકિતા કહે છે કે, 'આજના ડી. જે અને પાર્ટીના કલ્ચરમાં પણ લોકો આવા પ્રકારના કાર્યક્રમો રાખે છે તે જ નવાઈની વાત છે. લોકો હવે મરણ પ્રસંગ, જન્મ દિવસ, જીવતું જગતિયુ જેવા પ્રસંગે મને બોલાવે છે. હું જ્યારે માતા-પિતાના મહત્વ વિશે બોલું છું ત્યારે મે લોકોને રડતા જોયા છે.
 
 
'મારા કામમાં પૈસા કરતા આત્મીય સંતોષ વધુ છે'
 
પંકિતા શાહનું જીવન એક પારિવારિક પ્રસંગે જીવનમાં માતા-પિતાના મહત્વ અંગે આપેલી સ્પીચથી બદલાઈ ગયું. આ એક જ કાર્યક્રમ પછી પંકિતાને આ પ્રકારના કાર્યક્રમની ઓફર્સ મળવાની શરૂ થઈ ગઈ હતી. આજે પંકિતા 'મા-બાપને ભૂલશો નહીં', માતૃ વંદના, પિતૃ વંદના, દીકરી વ્હાલનો દરિયો જેવા 20થી વધુ કાર્યક્રમ કરે છે. પંકિતા અત્યાર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારો અને મુંબઈમાં મળીને 170 જેટલા કાર્યક્રમો કરી ચૂકી છે. પંકિતા કહે છે કે, 'લોકો પ્રોગ્રામ પુરો થયા પછી મળે છે અને મારા વિચારોની પ્રસંશા કરે છે. ત્યારે મને મારા કામના મળેલા પૈસા કરતા આત્મીય સંતોષ વધુ આનંદ આપે છે.'
 
આગળ વાંચો....કઈ રીતે લોકોના જીવનમાં બદલાવ આવે છે પંકિતા શબ્દોથી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Maa Bap Ne Bhulso Nahi Dayra Fame Pankita Shah
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended