Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarati Who Allegedly Killed Wife At UAS On FBI Most Wanted List

પત્નીની હત્યાનો આરોપી અ'વાદી યુવક FBIના 10 મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં

Chetan Purohit,Ahmedabad | Apr 19, 2017, 19:18 PM IST

  • ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી પલક પટેલના લગ્ન થોડા વર્ષો રાણીપમાં રહેતાં ભદ્રેશકુમાર પટેલ સાથે થયા હતા
અમદાવાદઃઅમેરિકાના હેનોવરમાં બે વર્ષ પહેલાં મૂળ અમદાવાદના ઘાટોલોડિયાની રહેતી પલક પટેલની હત્યા થઈ હતી. એફબીઆઈને શંકા છે કે, પત્નીની હત્યા બાદથી ગાયબ તેના પતિએ ભદ્રેશ પટેલે જ તેની હત્યા કરી હોવી જોઈએ. છેલ્લા બે વર્ષ ફરાર ભદ્રેશ પટેલ હવે એફબીઆઈના 10 મોસ્ટ વોન્ટેડ લોકોના લિસ્ટમાં છે. ત્યારે હવે એફબીઆઈએ ભદ્રેશની માહિતી આપનારને 1 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. 
 
બે વખત અમદાવાદ આવી ગયા એફબીઆઈના અધિકારીઓ
 
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી પલક પટેલના લગ્ન થોડા વર્ષો રાણીપમાં રહેતાં ભદ્રેશકુમાર પટેલ સાથે થયા હતા. ભદ્રેશનું મુળ ગામ વિરમગામના કાંત્રોડી છે, લગ્ન બાદ તે પત્ની સાથે અમેરિકા સ્થાયી થયો હતો. 12 એપ્રિલ 2015ના રોજ પલકના માતા પિતાને ફોન આવ્યો હતો કે, તેમની દીકરીની હત્યા થઇ ગઇ છે.
 
એફબીઆઇની ટીમે અમદાવાદ આવીને પલકના માતા-પિતાની પૂછપરછ પણ કરી હતી. ત્યારે બે વર્ષથી પોલીસની પકડથી દૂર ભદ્રેશને પકડવા માટે એક લાખ ડોલરનું ઇનામ જાહેર કરાયું છે. આ મુદ્દે પલકના પરિવારજનોનો જણાવ્યાં અનુસાર તેમની દીકરીના હત્યારાને પકડનારો હવે પકડાય તે જ જરૂરી છે.
 
આગળ વાંચો...છેલ્લે પલક અને ભદ્રેશ સાથે દેખાયા બાદ થઈ હતી હત્યા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Who Allegedly Killed Wife at UAS On FBI Most Wanted List
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended