Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarat Women MLAs More Educated Compared To Male MLAs

ગુજરાતનાં મહિલા MLAs વધુ 'સ્માર્ટ', અમુક મંત્રી માત્ર ધોરણ 4-5 ભણેલા

divyabhaskar.com | Mar 18, 2017, 00:43 AM IST

અમદાવાદ:ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્ય તેજશ્રીબેન પટેલને અધ્યક્ષ રમણલાલ વોરાએ 'ઓવર સ્માર્ટ' કહેતાં મામલો ગંભીર બની ગયો હતો. જોકે, ગુજરાત વિધાનસભામાં ડૉ. તેજશ્રીબેન સહિત મોટાભાગના મહિલા ધારાસભ્યો એજ્યુકેશનની દ્રષ્ટિએ 'સ્માર્ટ' જ છે. જેમાં ત્રણ મહિલા ધારાસભ્યો ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે. જ્યારે વર્તમાન મંત્રીમંડળમાંથી બે મંત્રીઓ ધોરણ 4 અને 5 પાસ છે. જ્યારે તેજશ્રીબેન પટેલને 'ઓવર સ્માર્ટ' કહેનાર વિધાનસભામાં અધ્યક્ષ રમણલાલ વોરા ગ્રેજ્યુએટ છે. જેની સામે તેજશ્રીબેન પટેલ એમડી ગાયનેક છે. 
 
ત્રણ મહિલા MLA ડોક્ટર
 
ગુજરાત વિધાનસભામાં આજે અધ્યક્ષે મહિલા ધારાસભ્ય પર કરેલાં 'ઓવર સ્માર્ટ'ના ઉચ્ચારણોથી સમગ્ર વિધાનસભામાં મામલો ગરમાયો છે, ત્યારે એક હકિકત એવી પણ છે કે ગુજરાતના મંત્રીઓ કરતાં મોટાભાગના મહિલા ધારાસભ્યોની સ્માર્ટનેસ વધુ છે. કેમ કે, મંત્રીઓના અભ્યાસ કરતાં મહિલા ધારાસભ્યોનો અભ્યાસ વધુ છે. જેમાં ડૉ.તેજશ્રીબેન પટેલ (એમડી ગાયનેક), ડૉ.નિર્મલાબેન વધવાણી (એમબીબીએસ), ડૉ.નિમાબેન આચાર્યનો સમાવેશ થાય છે. જ્યારે આનંદીબેન પટેલ (એમ.એસ.સી બીએડ), મનિષા વકીલ (એમએ બીએડ), તથા નિમિષા સુથાર (પીટીસી) થયેલા છે. 
 
બે મંત્રી ધોરણ 4-5 પાસ
 
મહિલા ધારાસભ્યોની શૈક્ષણિક કારકિર્દી સામે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એલએલબી અને પ્રદીપસિંહ જાડેજા બીએસસી થયેલા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એસવાય સુધી ભણેલા છે. વલ્લભભાઇ કાકડીયા ધોરણ 4 પાસ છે તો શિક્ષણમંત્રી નાનુભાઇ વાનાણી ધોરણ 5 પાસ છે. 

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેટલું ભણેલા છે MLAs...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat women MLAs more educated compared to male MLAs
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended