Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarat University Phd Student Complaint Against Professor Pradip Prajapati

રજા છતાં પણ બોલાવતાં, ગુજરાત યુનિ.ના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીનીની ફરિયાદ

divyabhaskar.com | May 17, 2017, 17:07 PM IST

  • રજા છતાં પણ બોલાવતાં, ગુજરાત યુનિ.ના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીનીની ફરિયાદ,  ahmedabad city news in gujarati
અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીમાં પી.એચ.ડીનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીએ આક્ષેપ મૂક્યો છે કે, પ્રજાપતિ આરડીસી માટે શનિવારે રજા હોવા છતાં બોલાવતા હતા. ઉપરાંત ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનીને કહેવામાં આવતું હતું કે પ્રજાપતિની દાદાગીરી સામે યુનિવર્સિટીનું ચાલતું નથી. તેમના કહેવામાં હોય અને તેમની માંગણીઓ સંતોષે તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીનીએ રાજ્યપાલ, શહેર પોલીસ કમિશનર અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આ સમગ્ર મામલે લેખિતમાં જાણ કરી છે.
 
'પ્રજાપતિ જબરજસ્તી બની ગયા ગાઇડ, રજા છતાં પણ બોલાવતાં'
 
અનેક વિવાદોમાં સંપડાયેલા પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ પર આક્ષેપ કરતાં વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, પીએચડી માટે પોતાને ગાઇડ રાખવા પ્રજાપતિ દબાણ કરતાં હતાં. સાથે જ એક મહિલા કેન્ડીડેટ દ્વારા પણ પોતાને ગાઇડ તરીકે સ્વીકારવા પ્રયાસ કરતાં હતાં. જ્યારે પ્રજાપતિ મૌખિક રીતે તેના ગાઇડ બની ગયા હતા. વિદ્યાર્થીનીની ફરિયાદ પ્રમાણે, બીજા અને ચોથા શનિવાર ત્રણ વાગ્યા પછી રજા હોવા છતાં પણ પ્રજાપતિ આરડીસી માટે બોલાવતાં હતાં. ઓછામાં ઓછા પાંચ મેમ્બર્સ ન હોવા છતાં તેઓ રિપ્રેઝન્ટ કરતાં. 
 
'પ્રજાપતિએ ભાંડી હતી બિભત્સ ગાળો'
 
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ પ્રજાપતિથી ત્રાસ થઇ ગાઇડ અંગેના નિર્ણય માટે યુનિવર્સિટીને જાણ કરી હતી. જ્યાં તેની સાથે ખબાર વર્તન કરવામાં આવ્યું હતું અને ગાળો ભાંડી કાઢી મૂકવામાં આવી હતી. આવી જ રીતે વિદ્યાર્થીનીએ પ્રજાપતિની ઓફિસમાં જઇ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે અન્ય કર્મચારીઓની સામે બિભત્સ ગાળો આપી હતી. જ્યારે આ ઘટના બાદ પ્રોફેસર મિતેષ બારોટે પણ તેને ફોન કરી ધમકીઓ આપી હતી અને પીએચડી કરવાનો વિચાર છોડી દેવા જણાવ્યું હતું. વિદ્યાર્થીને અંતે એનઓસી તો આપી હતી પરંતુ પીએચડી છોડી દેવાની શરતે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પ્રજાપતિની દાદાગીરીથી ત્રસ્ત થઇ વિદ્યાર્થીનીએ તેમની વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અંગે ફરિયાદ દાખલ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat university Phd student complaint against professor pradip Prajapati
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended