Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarat Congress Meeting In Ahmedabad For Preparation Of 2017 Election

મિશન-2017 માટે 'કોંગ્રેસ આવે છે'નું સૂત્ર, બાપુએ કહ્યું, 'મારે CM પદ નથી જોઈતું'

divyabhaskar.com | Mar 21, 2017, 09:32 AM IST

  • મીશન-2017ને લઈને કોંગ્રેસની ખાસ બેઠક મળી
અમદાવાદ/ગાંધીનગર: કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા રવિવારે એનસીપી અધ્યક્ષ શરદ પવારને મળતા નવા સમીકરણની અટકળો થઈ હતી. પવારને એક કલાક મળ્યાના બીજા દિવસે જ શંકરસિંહે કહ્યું  કે હું સીએમની રેસમાં નથી.  જો કે કોંગ્રેસે 2017ની ચૂંટણી માટે ‘કોંગ્રેસ આવે છે’  સૂત્ર મૂક્યું. તેની સામે ભાજપે કહ્યું ‘ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે, જ્યારે ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જાય છે.
 
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા ‘કૉંગ્રેસ આવે છે’ તેવાં સૂત્રો સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરના કન્વેન્શન હોલમાં સોમવારે રાજ્ય કક્ષાની બેઠક મળી હતી. બેઠકને સંબોધન કરતાં શંકરસિંહ વાઘેલાએ પોતે મુખ્યમંત્રીપદના દાવેદાર નથી, તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વાઘેલાએ 1995માં તેઓ મુખ્યમંત્રીપદના દાવેદાર નથી તેવું કહીને ભાજપમાંથી બળવો કર્યો હતો.
 
 
સમારોહમાં પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત સહિતના પ્રદેશના ટોચના નેતાઓની મંચ પર હાજરી હોવા છતાં વિવિધ નેતાઓના વક્તવ્ય વખતે સેકન્ડ કેડરના નેતાઓએ ‘બાપુને સીએમ જાહેર કરો’ અને ‘બાપુને બોલવા દ્યો’ તેવાં સૂત્રો પોકાર્યાં હતાં.  આવાં સૂત્રો લગાવનારને જવાબ આપતાં હોય તેમ વાઘેલાએ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવાની રેસમાંથી મારી જાતને વિડ્રો કરું છું. તેમણે કહ્યું હતું કે હું, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા પણ સીએમના દાવેદાર નથી. શક્તિસિંહ ગોહિલે ઉમેદવાર કોઈ પણ હોય પણ પંજો જ ઉમેદવાર છે તેમ કહીને કાર્યકરોને કૉંગ્રેસના પંજાને જીતાડવાની દિશામાં કામ કરવાની અપીલ કરી હતી.
 
 
જ્યારે ચુંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ આવે છે, ચુંટણી સાથે કોંગ્રેસ પણ જતી રહે છે: ભાજપ
કોંગ્રેસે આપેલા સુત્ર ‘કોંગ્રેસ આવે છે’ને લઈને ભાજપએ ટીપ્પણી કરી છે. ભાજપએ મજાક ઉડાવતા કહ્યું કે, જ્યારે જ્યારે ચુંટણી આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ આવે છે, જેવી ચુંટણી જતી રહે છે તેવી કોંગ્રેસ પણ જતી રહે છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં ચુંટણી જીતવાની રેસમાં જ નથી ત્યારે કોંગ્રેસના નેતા શંકરસિંહ  નિવેદન આપે કે તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી ત્યારે એ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં ભારે આંતરિક જુથબંધી ચાલી રહી છે. પંડ્યાએ કહ્યું કે, વાઘેલા વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણિતા છે,
 
 
તેમનું આ નિવેદન તેમને દીલ્હીમાં બોલાવ્યા એ કારણે હોય કે પછી શરદ પવાર સાથેની તેમની બેઠકને કારણે હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસમાં આંતરિક જુથવાદ ચાલી રહ્યો છે. ત્યારે વાઘેલા આવા નિવેદનો દ્વારા મીડિયામાં ચમકતા રહેવા માટે હવામાં ગુબ્બારા છોડી રહ્યા છે. કોંગ્રેસ માટે ચુંટણી જીતવાની વાત એ તો ‘ભેંસ ભાગોળે અને છાસ છાગોળે’ સમાન છે. ગુજરાતની પ્રજા અને ભાજપ વચ્ચે લાગણીનું બંધન છે, અન્ય કોઈ રાજકીય સમિકરણથી તેમાં ફેરફાર થવાનો  નથી.
 
'બાપુ માત્ર પરિણામ સુધી જ હરિફાઈમાં'
 
ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત અંગે બોલતા શંકરસિંહે કહ્યું હતું કે, યુપીમાં જે કઈ બન્યુ તે ધ્રુવીકરણ હતું. સાથે જ તેમણે શરદ પવાર સાથેની મુલાકાતને લઈને કહ્યું હતું કે, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે. બાપુ માત્ર પરિણામ સુધી જ હરિફાઈમાં છે પરિણામ પછી હરિફાઈમાં નથી.  
 
 
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat congress meeting in Ahmedabad for preparation of 2017 election
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended