Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarat Assembly Speaker Comment On MLA Tejshriben Patel

અધ્યક્ષે કોંગી ધારાસભ્ય તેજશ્રીબેનને કહ્યાં 'ઓવર સ્માર્ટ', બેન રડી પડ્યાં

Tikendra Raval, Ahmedabad | Mar 18, 2017, 00:45 AM IST

  • તેજશ્રીબેન એકાએક ગૃહની બહાર નીકળી ગયા હતા અને રડી પડ્યાં હતાં
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ વિપક્ષની જેમ વારંવાર પ્રશ્ન પૂછતા અધ્યક્ષ રમણલાલ વોરાએ તેમને કોમેન્ટ કરી હતી કે ‘તમે બહુ ઓવર સ્માર્ટ ના થાવ તો સારું’ જેથી તેજશ્રીબેનને લાગી આવ્યું હતું. તેઓ રડવા લાગ્યાં હતાં. પાછળથી  રમણલાલે તેમની ઓફિસમાં જઈ માફી માગતા મામલો થાળે પડ્યો હતો.
રમણલાલ વોરાએ ગૃહમાં કોમેન્ટ કરતા તેજશ્રીબેન રડી પડ્યાંવિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પ્રશ્ન નંબર પાંચમાં પેટા પ્રશ્ન પૂછવા ઊભા થયા હતા ત્યારે અધ્યક્ષ રમણલાલ વોરાએ ટકોર કરતા તેઓ મૂંઝાઇ ગયા હતા. તેમણે વારંવાર અધ્યક્ષ ટારગેટ કરતા હોય તેવી લાગણી થતા ગૃહમાં જ હૈયું ભરાઇ ગયું હતું. આથી બહાર આવીને તેઓ રડવા લાગ્યા હતા. તેમણે પોતાના દંડક બલવંતસિંહ રાજપુતને રજૂઆત કરી હતી.

દંડક સામે રજૂઆત કરવામાં આવી
બલવંતસિંહે ગૃહ પુરુ થાય પછી વાત કરીએ તેવું કહેતા રીસેસમાં દંડક રાજપુત સમક્ષ તેમણે રજૂઆત કરી હતી. આ સમયે ગૃહની બહાર આવતી વખતે ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ તેમના દંડક સમક્ષ વાત કરતા રડી પડયા હતા. આથી કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ અધ્યક્ષ રમણલાલ વોરાની કાર્યાલયમાં તેમને રજૂઆત કરવા ગયું હતુ. અધ્યક્ષ રમણલાલ વોરાએ તેમની કોમેન્ટ બદલ દિલગીરી વ્યકત કરી હતી.

અધ્યક્ષ વોરાએ કહ્યું હતું કે મહિલાઓનું સન્માન કરવાની વાત ગૃહમાં અમે કરતા હોઇએ ત્યારે તેના આચરણની શરૂઆત હું મારાથી જ કરું છું.  કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલની મારી કોમેન્ટથી લાગણી દુભાય હોય તો હું દિલગીરી વ્યકત કરું છું. તેમાં કોઇ નાનપ હું અ્નુભવતો નથી. ગૃહ સુચારું, વ્યવસ્થિત ચલાવવા અમે ટકોર કરતા હોઇએ ત્યારે કોઇ ઇરાદાથી આ પ્રકારની કોમેન્ટ કરી નથી.

અગાઉ પણ મારું અપમાન કર્યું હતું
અગાઉ પણ સ્પીકરે ‘સળગતા લઇને ઊભા થાવ છો, બહું બોલો છો બહેન’ તેવી કોમેન્ટ કરી હતી. હું વડીલ સમજીને જતું કરતી હતી. તેમણે આજે ‘તમે બહું ઓવર સ્માર્ટ ન થાવ’ તેવું કહેતા મારું મન ભરાઇ ગયું હતુ. મેં મારા દંડકને લેખિતમાં ફરિયાદ કરી હતી. અમે સૌ અધ્યક્ષ રમણલાલ વોરા પાસે ગયા હતા અને તેમને રજૂઆત કરી હતી. તેમણે દિલગીરી વ્યકત કરતા મામલો પુરો થઇ ગયો છે.
-તેજશ્રીબેન પટેલ
 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, અધ્યક્ષે માફી માગતા મામલો થાળે પડ્યો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat Assembly speaker comment on MLA tejshriben patel
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended