Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Gujarat 2017 Election On UP Pattern, This Two Formula Will Apply

ગુજરાતમાં UP પેટર્નથી લડાશે ચૂંટણી, 151નાં લક્ષ્યાંક માટે બે ફોર્મ્યુલા

Tikendra Raval, Ahmedabad | Mar 21, 2017, 09:25 AM IST

  • ગુજરાતમાં પણ 151થી વઘુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં નહીં આવે. 1995 એટલે કે 22 વર્ષ બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપ મુખ્યમંત્રી જાહેર કર્યા વિના ચૂંટણીમાં જંપલાવશે. આ ઉપરાંત ગુજરાતમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવશે. 
 
આંતરિક જૂથબંધીથી બચવા UP પેટર્ન
 
2014માં નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ ભાજપમાં આંતરિક વિવાદ અને નેતૃત્વના ડખા શરૂ થઇ ગયા હતા. ખાસ કરીને અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથ વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગયું હતું. તેમાં પણ અમિત શાહના અણગમા વચ્ચે નરેન્દ્ર મોદીએ આનંદીબેનને મુખ્યમંત્રી બનાવતાં અમિત શાહ જૂથ દ્વારા આનંદીબેનને વારંવાર ડિસ્ટર્બ કરવામાં આવતાં અંતે આનંદીબેને અધવચ્ચે મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું. તે પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે છેલ્લી ઘડી સુધી નીતિન પટેલનું નામ ચાલતું હોવા છતાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવતાં ભાજપમાં આતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચવા લાગ્યો હતો. 
 
151 સીટનો રેકોર્ડ કરવાની રણનીતિ
 
નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં ચાલી રહેલાં ભાજપના આંતરિક વિખવાદને કારણે કાર્યકરો અને પ્રજામાં કેટલિક નારાજગી ઉભી થઇ છે. આવા સંજોગોમાં જો કોઇ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં આવે તો પક્ષમાં ચૂંટણી સમયે વિવાદ સર્જાય તેમ હોવાથી ભાજપ હાઇકમાન્ડે ગુજરાતમાં યુપી પેટર્નથી ચૂંટણી લડવાની વિચારણા કરી છે. 2012ની વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાઇ હતી. જેમાં ગુજરાતની કુલ 182 બેઠકોમાંથી 150 બેઠક પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ભાજપને 150 બેઠક મળી શકી નહોતી. ઉત્તરપ્રદેશમાં હાલમાં જ્યારે ભાજપને જબરજસ્ત બહુમતી મળી છે ત્યારે તેનો લાભ લઇ ગુજરાતમાં પણ 151થી વઘુ બેઠકો મેળવીને રેકોર્ડ કરવા માટે ભાજપે રણનીતિ ઘડી કાઢી છે. 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, પ્રજા સામે મૂકવા માટે દમદાર નેતા નથી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat 2017 election on UP pattern, this two formula will apply
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended