Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Fire In Adani Gas Pipeline During Metro Rail Work In Ahmedabad

અમદાવાદઃ આગ બુઝાવી રહેલા ફાયરમેનને ACP ચાવડાએ લાફો માર્યો

divyabhaskar.com | Mar 20, 2017, 09:12 AM IST

અમદાવાદઃ જીવરાજ પાર્ક પાસે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન શનિવારે મોડી રાત્રે સીએનજી પાઇપ લાઇન તૂટતાં ગેસ લીક થયો હતો. જેના કારણે આગ લાગી હતી. ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન ચાલુ કામગીરીએ ‘એન’ ડિવિઝનના એસીપી કે. એમ. ચાવડાએ યુનિફોર્મમાં રહેલા ફાયરના એક જવાનને લાફો મારી દીધો હતો. એસીપીએ બચાવમાં કહ્યું હતું કે, એ આગની ઝપટમાં ન આવી જાય એટલે મેં તેને બચાવવા ધક્કો માર્યો હતો અને તેને ગેરસમજ થઇ ગઇ હતી.
 
જીવરાજ પાર્ક પાસે મેટ્રો પ્રોજેક્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેમાં જેસીબીની બકેટથી ત્યાંથી પસાર થઇ રહેલી સીએનજી ગેસની પાઇપલાઇન તૂટી જતા ગેસ લીક થયો હતો. જેના કારણે શનિવારે રાત્રે 12.45એ આગ લાગી હતી. ફાયરના જવાનો તેના પર કાબૂ મેળવી રહ્યા હતા. તે દરમિયાન ‘એન’ ડિવિઝનના એસીપી કે. એમ. ચાવડા ત્યાં આવ્યા હતા જેમણે રાતે 2 વાગ્યાની આસપાસ ફાયરના ડ્રાઇવર સાથેે ગેરવર્તણૂક કરી અને ફાયરના જવાન સુશીલકુમાર ચુડાસમાને લાફો મારી દીધો હતો. આ ઘટના અંગે જાણ થતા ફાયરના ઉપરી અધિકારીઓ આવી ગયા હતા. એ બાદ એસીપીએ આ વર્તન બદલ માફી માંગી હતી.
 
 
હું ફાયરનો જવાન છું છતાં લાફો મારી દીધો હતો.
સુશીલકુમારે જણાવ્યું કે, ‘અમે આગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ચાવડા સાહેબ આવેલા અને અમારા ડ્રાઇવરની સાથે ગેરવર્તન કર્યું એ પછી હું યુનિફોર્મમાં હતો કામગીરી ચાલુ હતી. તેમ છતાં તેઓ કહે ચાર માણસો શું કરી રહ્યા છો બે જ લોકો આગ બૂઝાવો હું કહું છું હું ફાયરનો જવાન છું છતાં લાફો મારી દીધો હતો. એ પછીએ જતા રહ્યા હતા.
 
અમારા અધિકારીને આ ઘટના વિશે જાણ કરતા તેઓ આવી ગયા હતા અને એસીપીને પાછા બોલાવ્યા. એમને ભૂલ સમજાતા માફી માંગી હતી. જ્યારે કે એસીપી કે. એમ. ચાવડાએ જણાવ્યું હતું કે,‘કોઇ માથાકૂટ થઇ નહોતી. મેં ફક્ત તેને ધક્કો માર્યો હતો કેમ કે આગ ચાલુ હતી. મેં તેને કહ્યું તે નાઇલોનની ટી શર્ટ પહેરી છે આગ તને ઝડપી લેશે. હું તેને બચાવવા ગયો હતો.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fire in Adani Gas Pipeline during metro rail work in Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended