Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Father In-Law Rape On Sons Wife In Bopal Area Of Ahmedabad

અ'વાદ: પુત્ર નમાલો, સસરાએ વંશજ માટે પુત્રવધૂ સાથે સંબંધ બાંધ્યા

divyabhaskar.com | May 16, 2017, 12:20 PM IST

  • પ્રતિકાત્મક તસવીર : લગ્નના થોડા સમય બાદ સસરાએ મને ઓફિસની નીચે ભોંયરામાં બોલાવી મારી સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું
અમદાવાદ : કોટ વિસ્તારમાં રહેતી પુત્રવધૂએ બોપલમાં રહેતા પોતાના સસરા સામે દુષ્કર્મ અને ઘરેલુ હિંસાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. અગાઉ પુત્રવધૂએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અન્ય એક ફરિયાદમાં સાસરિયાએ અંધારામાં રાખી લગ્ન કરાવતા પુત્રવધૂએ મહિલા પોલીસમાં અરજી કરી છે. લગ્ન બાદ પતિએ પત્નીને કહ્યું કે મારી પ્રેમિકા સાથે લગ્ન કરાવવામાં મદદ કર.
'લગ્ન બાદ મને ખબર પડી કે પતિ મને શારીરિક સુખ આપી શકે તેમ નથી'
 
શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને ફોરેન કરન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીની પુત્રવધૂએ તેમની સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પુત્રવધૂએ જણાવ્યું હતું કે, હું સસરાને ત્યાં જોબ કરતી હતી ત્યારે તેમના દીકરા સાથે લગ્ન કરવા દબાણ કરતા પરિવારની મંજૂરી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ મને ખબર પડી કે પતિ મને શારીરિક સુખ આપી શકે તેમ નથી. લગ્નના થોડા સમય બાદ સસરાએ મને ઓફિસની નીચે ભોંયરામાં બોલાવી મારી સાથે બળજબરીથી દુષ્કર્મ કરીને જણાવ્યું કે, ‘મારે ખાનદાનનો વારસદાર જોઇએ છે ’.
 
આગળ વાંચો, પોલીસ હેડ કોન્સ્ટેબલોએ સસરા સામે ફરિયાદ કરવા અને સમાધાન કરી આપવા માટે રૂપિયાની માંગણી કરી હતી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Father In-Law Rape On Sons Wife In bopal area of Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended