Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Dehgam MLA Share Photo With Revolver On Facebook

દહેગામના જાજરમાન મહિલા MLA, રાયફલ-રિવોલ્વર સાથેના Pics ચર્ચાનું કેન્દ્ર

divyabhaskar.com | May 18, 2017, 16:46 PM IST

  • હરસોલી ખાતે વરઘોડામાં કામીનીબાએ રિવોલ્વર-રાઈફલ સાથે ફોટો પડાવ્યા હતા
અમદાવાદઃદહેગામના મહિલા ધારાસભ્ય કામીનીબા રાઠોડ સોશિયલ નેટવર્કિગમાં એકદમ સક્રિય છે. ત્યારે તાજેતરમાં જ એક લગ્નના વરઘોડામાં રાયફલ અને રિવોલ્વર સાથે તેમણે પડાવેલી તસવીરો હાલ ચર્ચામાં આવી છે. આ તસવીરો તેમણે પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. પોતાની આગવી પ્રતિભા અને રૂઆબને પગલે કામીનીબા માત્ર દહેગામ જ નહીં ગુજરાતમાં તમામ મહિલા ધારાસભ્યો વચ્ચે આગવી છાપ ધરાવે છે.
 
આ અંગે divyabhaksar.comએ કામીનીબાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમની સાથે વાત થ ન થતા તેમના પતિને આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, હરસોલી ખાતે એક લગ્ન પ્રસંગના વરઘોડામાં કેટલીક મહિલાઓએ તેમની સાથે ફોટો પડાવવાનું કહેતાં કામીનીબાએ તેમની સાથે રિવોલ્વર સાથે ફોટો પડાવ્યા હતાં.  
 
કોણ છે કામીનીબા રાઠોડ?
 
પહેલીવાર જ દહેગામના ધારાસભ્ય પદે ચૂંટાયેલા કામીનીબા અગાઉ નગરપાલિકાના પ્રમુખ હતા. તો તેમને પતિ ભૂપેન્દ્રસિંહ રાઠોડ દેહગામ શહેર કોંગ્રેસના પ્રમુખ છે. હંમેશા દહેગામના પ્રશ્નો માટે લડતાં કામીનીબા પ્રજામાં બહુ પ્રિય નેતા છે. તેઓ દહેગામની જનતાના નાનામાં નાના પ્રસંગમાં પોતાની હાજરી આપે છે. તેમના જેઠને બાદ કરતાં તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. કામીનીબાના સસરા ખુમાનસિંહ 1981થી 86 દરમિયાન દહેગામના ધારાસભ્ય હતા. તો તેમના સાસુ કમલાબા રાઠોડ તાલુક પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. 
 
ધારાસભ્ય કામીનીબા રાઠોડે ફેસબુક પર શેર કરેલી આવી જ કેટલીક હટકે તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો
તસવીરો સૌજન્યઃ ફેસબુક
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dehgam MLA share photo with Revolver on Facebook
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended