Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» CM Vijay Rupani Removed Red Light After Central Cabinet Decision

રૂપાણીએ લાલ લાઇટ તો ઉતારી પણ VVIPથી થતી ટ્રાફિક સમસ્યા ક્યારે ઉકેલાશે?

divyabhaskar.com | Apr 20, 2017, 15:15 PM IST

  • મુખ્યમંત્રીએ લાલ લાઇટ ઉતારી લેતાં હવે રાજ્યના અન્ય મંત્રીઓએ પણ લાલ લાઇટ ઉતારવામાં શરૂ કરી દીધું છે
અમદાવાદ: નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયના પગલે આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેર કાર્યક્રમમાં પોતાની સરકારી ગાડી પરથી લાલ લાઇટ જાતે જ ઉતારીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીએ લાલ લાઇટ ઉતારી લેતાં હવે રાજ્યના અન્ય મંત્રીઓએ પણ લાલ લાઇટ ઉતારવામાં શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી રૂપાણીએ લાલ લાઇટના કારણે થતી ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા તમામ ટ્રાફિક સિગ્નલ પર કાફલો ઊભો રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે, લાલ લાઇટ હટાવવાથી VVIPને કારણે થતી ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે કે નહીં? તે એક મોટો પ્રશ્ન છે.
 
અમલીકરણ સામે પ્રશ્નાર્થ
 
ગુજરાત સરકારે વર્ષ 2013માં સુપ્રીમના આદેશના પગલે ગુજરાત સરકારે નવી બિકન પોલિસી બનાવી હતી તેમાં બોર્ડ-નિગમના ચેરમેનથી લઇને મહાપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓને પણ લાલ લાઇટ માટે અધિકૃત કરાયા હતા. તેમ છતાં ગાંધીનગર સહિત તમામ શહેરોમાં આવા પદાધિકારીઓ બેરોકટોક લાલ લાઇટવાળી ગાડીમાં ફરી રહ્યા છે. આવા સંજોગોમાં નવા નિયમના અમલીકરણ સામે પ્રશ્નાર્થ છે. જોકે નીતિન પટેલે કહ્યું હતું કે, તેનો કડક અમલ થાય તેવી વ્યવસ્થા પણ અમે ગોઠવીશું.
 
રૂપાણીએ જાતે ઉતારી લાલ લાઇટ
 
ગઇકાલે કેન્દ્રીય કેબિનેટે મંત્રીઓ અને અધિકારીઓની ગાડીઓ પરથી લાલ લાઇટ ઉતારી લેવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે ગુજરાત સરકારે પણ તેને અનુસરવાનો નિર્ણય કર્યો હતો. આજે સવારે ધરમપુર ખાતેના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની ગાડી પરથી જાતે જ લાલ લાઇટ ઉતારી હતી. આ અગાઉ ગઇકાલના મોદી સરકારના નિર્ણય બાદ તરત જ રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મંત્રી જસાભાઇ બારડે લાલ લાઇટ ઉતારી લીધી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પોતાની ગાડી પરથી લાલ લાઇટ ઉતારી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, CMએ ટ્રાફિક સિગ્નલે કાફલો રોકવાનો લીધો હતો નિર્ણય...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CM vijay rupani removed red light after central cabinet decision
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended