Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Chhota Hardik Patel Open Challenge To PAAS And SPG

હાર્દિક અને ચોર મંડળી રાજકારણ કરશે તો જોઇ લઇશું: છોટા હાર્દિકની ચિમકી

Tikendra Raval, Ahmedabad | Feb 17, 2017, 22:19 PM IST

  • હાર્દિક પટેલ સહિતના પાસ અને SPGના નેતાઓ 14 પાટીદાર શહિદોને ભૂલી ગયા છે
અમદાવાદ:પાટીદાર અનામતના નામે આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલ સહિતના પાસના કન્વીનરોને ચોર મંડળી સાથે સરખાવતાં છોટા હાર્દિકે પાસ અને SPGને પડકાર ફેંક્યો હતો કે જો લાગણીશીલ પાટીદાર સમાજના નામે રાજકારણ કરશો કે વિધાનસભામાં ટિકિટો માંગશો તો તેમની સામે મોરચો માંડીશ. પાટીદાર અનામતના નામે આંદોલન ચલાવી રહેલાં લોકો સમાજને ગેરમાર્ગે દોરશે તો પણ તેમની સામે સમાજ એક બનીને બદલો લેશે. જો હું કોઇ રાજકીય પક્ષ સાથે જોડાઉં તો મારી માનું ધાવણ લાજશે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ માટે છોટા હાર્દિકે બાધા રાખી હતી અને દોઢ વર્ષ ઉઘાડા પગે ફર્યો હતો.
 
પાટીદાર સમાજને દિશાવિહિન બનાવી દીધો છે
 
અનામત આંદોલન ચલાવતાં હાર્દિક પટેલના ગામ ચંદ્રનગરીના જ છોટા હાર્દિકે divyabhaskar.comને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી સામે ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ આ આક્ષેપો સદનતર ઝુઠ્ઠા છે. પાટીદાર અનામતના નામે આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલ સહિતના પાસ અને SPGના નેતાઓ 14 પાટીદાર શહિદોને ભૂલી ગયા છે અને પાટીદાર સમાજને દિશાવિહિન બનાવી દીધો છે, ત્યારે મેં અને સમાજના આગેવાનો અને પાટીદારની વિવિધ સંસ્થાઓએ ભેગા મળીને પાટીદાર સમાજને યોગ્ય દિશા આપવા અને શહીદ પાટીદારોના પરિવારોને ન્યાય અપાવવાની લડત શરૂ કરવામાં આવશે.
 
21મીએ વિરમગામમાં ચિંતન શિબિર
 
આગામી 21 ફેબ્રુઆરીએ વિરમગામ ખાતે પાટીદાર ચિંતન શિબિર યોજવામાં આવી છે. જેમાં મારી સાથે પાટીદાર સંકલન સમિતિના આગેવાનો અને પાટીદાર નેતાઓ સચિન પટેલ અને ભરત પટેલ સહિતના જોડાશે. આ શિબિરમાં 14 પાટીદાર શહિદના પરિવારોને મદદ કરવાની સાથે અનામતના નામે ગેરમાર્ગે દોરી રહેલાં પાસ અને SPGને પાઠ ભણવવાનો પણ નિર્ણય કરવામાં આવશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ચિંતન શિબિર વિરમગામમાં કેમ?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chhota Hardik Patel open challenge to PAAS and SPG
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended