Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Bharatsinh Solanki Cleared That Sankarsinh Not Going To Join BJP

બાપુ નહીં જાય, ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે: ભરતસિંહ

divyabhaskar.com | May 17, 2017, 16:31 PM IST

  • શંકરસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો તેઓ પાર્ટી સાથે નારાજ નથી: ભરતસિંહ(ફાઈલ તસવીર)
અમદાવાદ:વિરોધપક્ષ કોંગ્રેસન નેતા શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પરથી રાહુલ ગાંધી સહિતના નેતાઓને અનફોલો કરી દેતાં બાપુ ભાજપમાં જોડાવવાના છે તેવા ગણિતે ચર્ચા જગાડી હતી. જોકે, શંકરસિંહે સ્પષ્ટતા કર્યા બાદ આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સૌલંકીએ ભાજપ પર ઉલટો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગામી 8-10 દિવસમાં ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે.
 
ભરતસિંહે જણાવ્યું હતું કે, ભાજપ ખોટી અફવાઓ ફેલાવે છે. કોંગ્રેસના જે ધારાસભ્યોના નામની અફવાઓ ઉડી છે તેઓ પોતે જાહેરમાં કહી ચૂક્યાં છે કે અમે એકલો હોઇશું તો પણ કોંગ્રેસના જ છીએ. જ્યારે શંકરસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો તેઓ પાર્ટી સાથે નારાજ નથી. હાલ તેઓ અંગત કારણોને લીધે એક અઠવાડિયા માટે બહાર ગયા છે. તેઓ 22મીએ પાછા ફરશે. 
 
શંકરસિંહે કરી હતી સ્પષ્ટતા
 
શંકરસિંહ ભાજપમાં જોડાવવાના છે તેવી અટકળોને વિરામ આપતાં તેમણે જણાવ્યું હતું કે, 'હું ભાજપમાં જવાનો નથી, જ્યારે કોંગ્રેસ ઉપર દબાણ નાખવાની મારી આદત નથી. મેં સોશિયલ મીડિયામાંથી તમામને જ અનફોલો કર્યા છે. શંકરસિંહ જણાવ્યું હતું કે, 'મેં સોશિયલ મીડિયામાંથી માત્ર ભાજપ વિરુદ્ધ જ નહીં તમામ વિરુદ્ધની નેગેટિવિટી દૂર કરી છે. હું સીએમની રેસમાં નથી અને આગામી વિધાનસભાની ચૂંટણી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સૌલંકીના નેતૃત્વમાં જ લડાશે. મારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. બ્લેકમેલિંગ અને બાર્ગેનિંગ મારો નેચર નથી. કોંગ્રેસ ઉપર દબાણ નાંખવાની મારી આદત નથી. ચૂંટણી વખતે જ પૂછજો કે હું ચૂંટણી લડવાનો છું કે નહીં.'
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભાજપ વિરોધી ટ્વિટ્સ પણ ડિલીટ કરી હતી...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bharatsinh solanki cleared that sankarsinh not going to join BJP
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended