Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Allegedly Girl Molested By Two Teacher In Chandola School In Ahmedabad

અ'વાદઃ બે શિક્ષક 3 વિદ્યાર્થીઓ સાથે અડપલાં કર્યાનો આક્ષેપ, એકની ધરપકડ

divyabhaskar.com | Apr 21, 2017, 18:32 PM IST

  • અડપલાંનો આક્ષેપ થતાં મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે દોડી ગયા હતા
અમદાવાદઃ  ચંડોળા ગુજરાતી શાળા નં. 1-2ની 3 વિદ્યાર્થિની સાથે બે શિક્ષકે અડપલાં કર્યાંની ઘૃણાસ્પદ ઘટના બહાર આવી છે. દાણીલીમડા પોલીસે બંને શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી એક શિક્ષકની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીના પરિવારનો આક્ષેપ છે કે, બંને શિક્ષકે બે વિદ્યાર્થિનીને ગાડીમાં બેસાડી લાંભા લઈ જઈ અડપલાં કર્યાં હતાં. જ્યારે અન્ય વિદ્યાર્થિનીને ક્લાસમાં જ અડપલાં કર્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર, ચંડોળા ગુજરાતી શાળા નંબર 1 અને 2ની એક વિદ્યાર્થિનીએ મંગળવારે ઘરે પહોંચી સ્કૂલના શિક્ષકે અડપલાં કર્યાંની વાત જણાવી હતી. ગુરુવારે મોટી સંખ્યામાં લોકો સ્કૂલમાં આવી જતાં પોલીસ પહોંચી હતી. પોલીસે સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરતાં વિદ્યાર્થિનીએ હેમુ અને દિગ્વિજય નામના બે શિક્ષકનાં નામ આપ્યાં હતાં. વિદ્યાર્થિનીનું નિવેદન નોંધવાતું હતું ત્યારે અન્ય બે વિદ્યાર્થિની રડતી રડતી પોલીસ સમક્ષ આવી હેમુ-દિગ્વિજયે તેમને અડપલાં કર્યાની જાણ કરી હતી. પોલીસે આ કેસમાં હેમુ નામના શિક્ષકને ઝડપી પાડ્યો છે જ્યારે દિગ્વિજય હજુ ફરાર છે. 
 
શિક્ષક બાઇક પર બેસાડી બાહર લઇ ગયો

પોલીસે સમક્ષ ત્રણેય વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, 18 એપ્રિલે સ્કૂલના શિક્ષક હેમુએ એક જ ક્લાસમાં કરતી બે વિદ્યાર્થિનીને બહાર ફરવા જવાનું છે તેમ કહી બાઇક પર બેસાડી નારોલ લઈ ગયો હતો. જ્યાં દિગ્વિજય પહેલેથી ગાડી લઈને ઊભો હતો. બંને શિક્ષક વિદ્યાર્થિનીઓને લઈને લાંભા તરફ ગયા હતા. જ્યાં કારમાં જ અડપલાં કર્યાં હતાં.
 
1 શિક્ષકને કાઢી મૂક્યો બીજાની બદલી કરાઈ
 
શિક્ષક હેમુ પ્રવાસી શિક્ષક તરીકે હતો, જેની મુદત 31 માર્ચ સુધીની જ હતી. છતાં તે ફરજ બજાવતો હોવાથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતાં શાસનાધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે દિગ્વિજયની કાંકરિયા ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
 
વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Allegedly Girl Molested By two Teacher in Chandola School In Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended