Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabadi Friends Appreciate With Startup Started Roadside Business

બિયર, વિસ્કી, રમ અને વોડકા : અ'વાદમાં અહીં માણો ગોલામાં અફલાતૂન ટેસ્ટ

Chetan Purohit, Ahmedabad | May 16, 2017, 13:30 PM IST

  • મોદીના સ્ટાર્ટપ ઇન્ડિયાથી પ્રેરાઇને શરૂ કર્યું હાઇજિનિક ગોળા વેચવાનું
અમદાવાદ: ગુજરાતમાં રસ્તા પર બિયર,વિસ્કી,રમ અને વોડકા લારી પર મળે તો તમે તે સાંભળીને ચોંકી ઉઠશો. સામાન્ય રીતે કેટલાક ગુજરાતીઓ છાના છપના આવા ડ્રિંકનો ટેસ્ટ કરી લેતા હોય છે. પરંતુ હવે અમદાવાદના જજીસ બંગલો રોડ પર આનો ટેસ્ટ તમે પરિવાર સાથે કરી શકશો. પરંતુ તે આલ્કોહોલિક નહીં હોય. એકદમ વિસ્કી અને વોડકા જેવો જ ટેસ્ટનું સિરપ બનાવીને અમદાવાદની જાણીતી ડાયટીશિયને તેના મિત્રો સાથે મળીને લો સુગર ગોળાનું આઉટલેટ શરૂ કર્યું છે.

ડાયટીશિયન સાથે તેના મિત્રો પણ એન્જિનિયર છે અને તેઓ મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી પ્રેરાઇને આ પ્રકારે આઉટલેટ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમને દેશ ભરમાંથી ફ્રેન્ચાઇઝી માટે ઓફરો આવી રહી છે. તેમના મતે ડાયાબિટીક પણ લો સુગરવાળા ગોળા ખાઇ શકે તેવું પ્યોર ક્વોલિટી મેઇન્ટેઇન કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
 
કેવી રીતે આવ્યો વિચાર?
 
અમદાવાદના જજીસ બંગલો પાસે આવેલી મધર ડેરી પાસે કેન્ડી ક્રસ હોમ મેડ ગોળાનું સેન્ટર ચાલ કર્યું છે. આ સેન્ટર ચાલુ કરવા પાછળની વાત પણ કંઇક મજાની છે. આ સેન્ટર ચાલુ કરનારા મિત્રોમાં રજત પ્રજાપતિ સિવિલ એન્જિનિયર, હાર્દ રાવલ ઇસી એન્જિનિયર, ઉત્સવ શાહ સિવિલ એન્જિનિયર અને એકતા ડાયટીશિયન છે. આ બધા મિત્રો એક દીવસ ગોળો ખાવા માટે બહાર ગયા હતા ત્યારે તેમને ગોળામાં વપરતા સિરપની ક્વોલિટી સારી ન લાગી અને તેનાથી શરીરને નુકસાન થાય તેવી પણ ચર્ચા કરી. આ બધાની સાથે તેઓ પોતે એન્જિનિયર હતા અને તેઓ નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી પ્રભાવિત થયા હતા તેથી તેમણે હાઇજીની અને ક્લોલિટી સાથેના ગોળાનું વેચાણ કરવા માટેની શરૂઆત કરી છે.
 
ફ્રેન્ચાઇઝી મેળવવા માટે દેશભરમાંથી ઓફરો આવી રહી છે
 
આ અંગે એકતાએ જણાવ્યું હતું કે, અમે ગોળામાં વપરાતા સિરપને જાતે જ બનાવીએ છીએ. હું પોતે ડાયટીશિયન છું જેથી લો કેલેરી અને લો સુગર હોય તેવો ગોળા બનાવવા માટે સિરપ બનાવીએ છીએ. તેથી કોઇ ડાયાબિટીક હોય અને લો કેલેરી ગોળા ખાવા માંગે તો ખાઇ શકે છે. અમારા ત્યા ડાયાબિટીક પણ આવે છે. અમારા આ સ્ટાર્ટપની ફ્રેન્ચાઇઝી મેળવવા માટે દેશભરમાંથી ઓફરો આવી રહી છે અને આગામી દિવસોમાં અમે ગુજરાતમાં બીજી જગ્યાએ પણ અમારું આ સ્ટાર્ટઅપ કરવા માંગીએ છીએ.
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, 'અમે દોઢ ફૂટનો ટાવર બનાવીએ છીએ'...
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabadi friends appreciate with startup started roadside business
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended