Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Youth Congress Protest Of RTO Fees Hike

અ'વાદ: RTOના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસના દેખાવો, કર્યા સૂત્રોચ્ચાર

divyabhaskar.com | Mar 18, 2017, 18:25 PM IST

  • યુશ કોંગ્રેસના દેખાવો
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન ભાવમાં વધારો ઝીંકવામાં આવતાં વાહનમાલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા આરટીઓ કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરાયો હતો. 200થી વધુ કાર્યકરોએ દેખાવો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાવ વધારોનો વિરોધ કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન ભાવમાં આશરે 200થી 500 ટકાનો ભાવ વધારો ઝીંકવામાં આવતા જેના કારણે વાહનમાલિકો અને એજન્ટોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરટીઓ કચેરીમાં નવા વાહનના રજિસ્ટ્રેશન તથા જૂના વાહનોની લોનની એન્ટ્રી તેમજ વાહનને લગતી કામગીરીની ફીમા 200થી 500 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ કોઈપણ પ્રકારના આગોતરા આયોજન તથા જાહેરાતો પૂર્વે તોતિંગ ભાવ વધારો ઝીંકવામાં આવતા વાહનમાલિકો તથા એજન્ટોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ કેટલાક ગ્રાહકો ઓછી ફી લઈને આવતા ગ્રાહકોને રજિસ્ટ્રેશન કે અન્ય કામગીરી કર્યા વિના પરત ફરવાની નોબત આવતી જોવા મળે છે. જોકે, વાહન રજિસ્ટ્રેશન ફીમાં વધારો થતાં આરટીઓ કચેરીની આવકમાં વધારો થયો છે.
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, સંબંધિત તસવીરો...
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Youth congress protest of RTO fees hike
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended