Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Two Arrested With Party Drugs MD By Crime Branch

મુંબઇથી પાર્ટી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચતાં બે શખ્સો ઝડપાયા

Chetan Purohit, Ahmedabad | May 17, 2017, 02:11 AM IST

  • પાર્ટી ડ્રગ્સ સાથે બે ઝડપાયા
અમદાવાદ:  મુંબઈથી અમદાવાદ એમડી ડ્રગ્સની ખેપ મારી શહેરમાં ડ્રગ્સ વેચતા બે યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રૂ. 9.27 લાખનો 92.7 મિલીગ્રામનો એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસે બંને યુવકો પાસેથી 4 મોબાઈલ, રૂ.1250 રોકડા સહિતની ચીજવસ્તુ કબજે કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આર.એસ.સુવેરાના જણાવ્યા અનુસાર, 15મેના રોજ તેમની ટીમે વિશાલા સર્કલથી શાસ્ત્રીબ્રિજ તરફ ના ટોલપ્લાઝા પાસેથી બે યુવકો ફૈઝુ રહેમાન અબ્દુલગફુર શેખ (33,રહે-પટવા શેરી, અમદાવાદ) અને રોહિત રાજેન્દ્ર વાઘે (23,રહે-ગણેશ સોસાયટી,શાહપુર દરવાજા)ની અટકાયત કરી તેમની પાસેથી રૂ. 9.27 લાખના 92.7ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. પોલીસે બંનેની એનડીપીએસના હેઠળ ધરપકડ કરી હતી. આરોપીઓ છેલ્લા દોઢ મહિનાથી ડ્રગ્સનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. અને આ ડ્રગ્સ મુંબઈના માહીમ દરગાહ પાસે રહેતા શાહીદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા. ફૈઝુ અગાઉ પિસ્ટલ વડે ફાયરિંગ કરવાના ગુનામાં કારંજ પોલીસના હાથે ઝડપાયેલો છે.
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Two arrested with party Drugs MD by crime branch
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended