Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Truck Auto Rickshaw Accident At Sanathal Circle

અ'વાદ: સનાથલ પાસે ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, ત્રણ ઘાયલ

divyabhaskar.com | May 17, 2017, 02:09 AM IST

  • સનાથલ સર્કલ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત
અમદાવાદ:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સનાથળ-બાકરોલ રોડ પર મંગળવારે વહેલી સવારે ટ્રેલર ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતાં રિક્ષા પલટી ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ વર્ષીય બાળકી સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. ફાયર બ્રિગેડની ટીમને બોલાવી રિક્ષા અને ટ્રક વચ્ચે ફસાયેલા એક બાળકને બચાવી લેવાયો હતો. ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અસલાલી પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રેલર ડ્રાઇવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મંગળવારે વહેલી સવારે ઓટોરિક્ષામાં એક પરિવાર ધંધૂકાથી લગ્ન પ્રસંગ પતાવીને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. દરમિયાન સનાથળ-બાકરોલ સર્કલ પરથી રિક્ષા પસાર થઇ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે ટ્રેલર આવ્યું હતું અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ રિક્ષા અને ટ્રેલર બંને રોડની સાઇડ પરના ખાડામાં ઊતરી ગયા હતા.
 
 
બાળકનું સારવાર દરમિયાન મોત
ટ્રક અને રિક્ષા બંને વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો કે, રિક્ષાચાલક માત્રાભાઇ માયાભાઇ ભરવાડનું ઘટનાસ્થળે જ નીપજ્યાં હતા અને રિક્ષામાં સવાર 10 વર્ષનો બાળક ફસાઇ જતાં ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી તેને જીવંત બચાવી લીધો હતો. જ્યારે ત્રણ વર્ષની બાળકી ક્રિષ્ના બકુલભાઇ ગળિયા, જશુબહેન રાજાભાઇ ગળિયા ઉ. 40,  મંગુબહેન વરિયા ઉ.30, લક્ષ્મણ ગુુઠવા ઉ.10 અને સતીષ ભરવાડ ઉ.10 ને ઇજા થતાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષીય ક્રિષ્ના અને મહિલા જશુબહેનનું મૃત્યુ નિપજ્યાં હતા. ઘટના બાદ ટ્રેલરચાલક ફરાર થઇ જતા પોલીસે રમેશભાઇ ભરવાડની ફરિયાદ નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટના સંબંધિત તસવીરો...
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Truck auto rickshaw accident at sanathal circle
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended