Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad Raid On Drinking Party In Satellite 9 Arrested

અ'વાદ: CEPTના સ્ટુડન્ટ્સની શરાબ પાર્ટી, યુવતીએ જ કરી'તી દારૂની વ્યવસ્થા

Chetan Purohit, Ahmedabad | Mar 17, 2017, 14:56 PM IST

  • મોડીરાતે માણી રહ્યાં હતાં દારૂની મહેફિલ
અમદાવાદ:ગુરુવારે મોડીરાતે સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે રેડ પાડી CEPT યુનિવર્સિટીના 5 યુવતીઓ સહિત 14 સ્ટુડન્ટ્સને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે સેટેલાઇટ પોલીસે આઝાદ સોસાયટીમાં આવેલા શ્યામ સહજ એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. બિન્દાસ્ત બનીને દારૂની મહેફિલ માણી રહેલા સ્ટુડન્ટ્સને ટલ્લી હાલતમાં ઝડપી લેવાયા હતા. મળતી માહિતી મુજબ, સેપ્ટના સ્ટુડન્ટ ગુંજન મોદીની બર્થડે અને મિનલ નામની યુવતીની ફેરવેલ પાર્ટી હોવાથી દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વૈદેહી કાનારા નામની યુવતીએ દારૂની વ્યવસ્થા કરી હતી. ઝડપાયેલા સ્ટુડન્ટ્સમાંથી કેટલાક બિનગુજરાતી ગુડગાંવ અને કેરળના હોવાનું પણ બહાર આવ્યું છે.
 
ટલ્લી હાલતમાં હતા યુવાનો
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ 14 યુવાનો એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં, ત્યારે મોડીરાતે લગભગ 2:30 કલાકે રેડ પાડવામાં આવી હતી. પોલીસે તેમને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. જેમાં પાંચ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ પહોંચી ત્યારે તમામ યુવાનોની આંખો લાલચોળ હતી અને ટલ્લી હાલતમાં હતા. તેમની પાસે દારૂનું પરમિટ ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત પોલીસે વિદેશી દારૂ અને સોડાની બોટલો પણ કબજે કરી છે.  
 
દારૂની મહેફિલમાં પકડાયેલા યુવાનો
 
ગુંજન નિરાજભૌ મોદી (શ્યામ સહજ, સેટેલાઇટ), મૌનીશ  ઝવેરી (પાલડી), હર્ષ પરમાર (ચાંદખેડા), ધવીજ હીરાપરા (નવરંગપુરા), કરણ મકવાણા (વિજય ચારરસ્તા), સિદ્ધાર્થ સિરિયક (વિજય ચાર રસ્તા), સ્મિથ મોદી (શ્યામ કુંજ, સેટેલાઇટ), ભારત ટિલકાર (નવરંગપુરા), રાહુલ શિવરામ, ઝીનલ આર્ય, વૃષ્ટિ કોઠી  (મીઠાખળી), વૈદેહી કાનારા (ગુરુકુલ), નિલોષા દવે  (બોપલ આંબલી), બાગેશ્રી ઠાકર (નવરંગપુરા)
 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટના સંબંધિત તસવીરો..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ahmedabad raid on drinking party in satellite 9 arrested
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended