Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: Protest After Not Solving Problem In Jaguar Car

અ'વાદ: 60 લાખની જગુઆરની યોગ્ય સર્વિસ ન મળતાં કર્યો અનોખો વિરોધ

divyabhaskar.com | Mar 28, 2017, 08:46 AM IST

  • બે વર્ષથી પ્રોબ્લેમ સોલ્વ ન થતાં વિરોધ
અમદાવાદ:શહેરના એક યુવાને ખરીદેલી મોંધીદાટ જગુઆર કારની યોગ્ય સર્વિસ ન મળતાં યુવાને શો રૂમમાં કાર મૂકીને કંપની સામે અલગ પ્રકારનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ યુવાનનું કહેવું છે કે, 2014માં જગુઆર કાર ખરીદ્યા બાદ 2015થી કારમાં એસીનો પ્રોબ્લેમ શરૂ થયો હતો. આ માટે દસથી વધુ વખત મારી કાર સર્વિસ સેન્ટરવાળા લઇ ગયા હતા પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો. ઉપરાંત કંપનીના મેનેજર અને અન્ય કર્માચારીઓએ આ મુદ્દે ગંભીરતા ના લેતાં કંટાળીને કાર મકરબા પાસેના શો રૂમની બહાર લોક કરીને મૂકી દીધી છે. 
 
60 લાખની કાર અને સર્વિસ માટે ધક્કા
 
અમદાવાદમાં રહેતાં યુવાન બિઝનેસમેન ધવલ પટેલે 2014માં રૂપિયા 60 લાખની કિંમતની મોંધીદાટ જગુઆર કાર લીધી હતી. જેમાં એક વર્ષ બાદ એટલે કે 2015માં કારનું એસી એકાએક બંધ થવા લાગ્યું હતું. જે અંગે કંપનીના સર્વિસ સેન્ટરમાં ફરિયાદ કરીને કાર રિપેર કરવા આપી હતી. પરંતુ એસી ચાલુ થઇ શક્યું નહતું. ત્યાર બાદ એકાએક એસી ચાલુ બંધ થવા લાગ્યું હતું. જે અંગે દસથી વધુ વખત કંપનીના સર્વિસ સેન્ટરમાં ગાડી મૂકી હતી. જેમાં ગાડી 20થી 25 દિવસ સુધી તેઓ પોતાની પાસે રાખ્યા બાદ ગાડી પાછી આપે ત્યારે ફરીથી એસીનો પ્રોબ્લેમ શરૂ થઇ જતો હતો. 
 
શો રૂમની બહાર મૂકી દીધી ગાડી
 
આ પ્રોબ્લેમ વારંવાર થતો હોવા છતાં કંપનીએ બે વર્ષ સુધી સોલ્વ કર્યો ન હતો. એટલું જ નહીં, છેલ્લે તો કંપનીના મેનેજર સહિત કર્મચારીઓ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતાં કંટાળીને ગાડી મકરબા ખાતેની શો રૂમની બહાર લોક કરીને મૂકી દીધી હતી અને કંપનીની સામેની ફરિયાદોના બેનર બનાવી ગાડી પર લગાવી દીધા હતા.
  આગળની સ્લાઇડ્સમાં જુઓ, ગાડી પર બેનર લગાવી કર્યો વિરોધ...
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: Protest after not solving problem in jaguar car
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended