Home »Madhya Gujarat »Latest News »Ahmedabad City» Ahmedabad: One Side Love With Cousin Complaint Against Boy

અ'વાદ : પિતરાઇ બહેનના પ્રેમમાં પાગલ ભાઇનું ગાંડપણ, આ શું કરી નાખ્યું?

divyabhaskar.com | May 17, 2017, 16:45 PM IST

અમદાવાદઃ બાપુનગરમાં પિતરાઇ બહેનના એક તરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાના બનેવીનું એક્ટિવા સળગાવી દીધું હતું. એ યુવાન પોતાના જ કાકાની દીકરીના પ્રેમમાં ગાંડો થઇ ગયો હતો. પિતરાઇ બહેનના લગ્ન થઇ જતાં ગુસ્સે ભરાયેલા યુવાને બહેનને લગ્નના કરિયાવરમાં મળેલા એક્ટિવાને સળગાવી દીધું હતું.
થોડા સમય પહેલાં થયા હતા યુવતીના લગ્ન
 
આ ઘટના બાદ યુવતીના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. યુવાનની માતાએ પણ દીકરા વિરુદ્ધ પોલીસમાં રજૂઆત કરી હતી. અત્યારે એ યુવાન નાસી છૂટ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, એક વ્યક્તિને ૧૯ વર્ષીય દીકરી છે. જેના થોડા સમય પહેલા લગ્ન થયા હતા. 
 
બધા સૂઇ રહ્યાં હતાં ત્યારે આગ ચાંપી
 
તેઓ થોડા દિવસ અગાઉ ઘરે રોકાવા આવ્યા હતા. 13મી મેના રોજ દીકરી અને જમાઈ ઘરની અંદર સૂતા હતા. પરિવારના અન્ય સભ્યો બહાર સુતા હતા. એ સમયે એમના મોટાભાઈનો દીકરો ત્યાં આવ્યો હતો. તેણે ઘરની બહાર પાર્ક કરેલા જમાઈના એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. 
 
પ્રેમની અદાવત રાખી કર્યું આવું કામ
 
એક્ટિવા સળગતાં પરિવારના સભ્યો જાગી ગયા હતા. એ યુવાન નાસી છૂટ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ છે કે, તેમનો ભત્રીજો પોતાની દીકરીના એક તરફી પ્રેમમાં હતો. દીકરીના લગ્ન અન્ય યુવક સાથે કરી દેતા તેણે અદાવતમાં એક્ટિવા સળગાવીને નુકશાન કર્યું છે. પ્રેમ પ્રકરણમાં જ આગ લગાડ્યાની વાતનું પોલીસે પણ સમર્થન કર્યું હતું. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad: one side love with cousin complaint against boy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended